Site icon Revoi.in

દૂધમાં મધ મિક્સ કરીને તેમાં તજ પાવડર નાખીને પીવું જોઈએ – તેના થી થાય છે આટલા ફાયદા

Social Share

આયુર્વેદમાં મધને અનેક બીમારીનું ઔષધ ગણવામાં આવ્યું છે મધ ગમે તે સિઝનમાં અને ગમે તે સમયે ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. તેનાથી ઘણા ફાયદાઓ થાય છે ત્યારે આજે વાત કરીશું મધ તજ અને દૂધની આ ત્રણેયનું સેવન સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે,શરીરની અનેક નાની મોટી બીમારીઓને રાહત આપવાનું કામ કરે છે તો ચાલો જાણીએ આ મિશ્રનું સેવન કયો ફયદો પહોંચાડે છે.

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમા કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ અને મિનરલ્સ જેવા પોષક તત્વ જોવા મળે છે  દૂધ પીવાથી ન તો તમે ફક્ત તરોતાજા અનુભવો છો પણ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે
પણ જો મઘ અને તજ સાથે મિક્સ કરીને દૂધને પીવામા આવે તો તેનો ફાયદો બમણો થઈ જાય છે. મઘમાં વિટામિન મિનરલ્સની સાથે જ એંટીઓક્સીડેંટ, એંટીબેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા હોય છે.
બીજી બાજુ તજમાં વિટામિન એ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમ જોવા મળે છે. તેથી જ્યારે તેને મિક્સ કરીને પીવામાં આવે તો બોડીને અનેક ચમત્કારિક ફાયદા મળે છે.
દૂધમાં મધ અને તેજ નાખીને પીવાથી  રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તમારી ઈમ્યુનિટી મજબૂત થશે. દૂધ, તજ અને મધ ત્રણેય પોષક તત્વોનો મ ભંડાર છે. તેમા એંટી બેક્ટેરિયલ, એંટી-ફંગલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ જોવા મળે છે. શિયાળાની ખઆસી અને શરદીથી તે તામરું રક્ષણ કરે છે.
Exit mobile version