Site icon Revoi.in

મહારાષ્ટ્રના સમુદ્ધી એક્સપ્રેસ-વે પર બસ પલટી મારી જતા આગ લાગવાની ભયાનક ઘટના, 26 લોકોના મોત

Social Share

 

મુંબઈઃ દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે મુંબઈના હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ઘટના સામાન્ય ન હતી બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા હોમાયા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.  બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી બસને શનિવારે અદઢી રાત્રે 2 વાગે અકસ્માત નડ્યો હતો.જ્યારે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસ બુલઢાણા નજીક પહોંચી હતી ત્યારે બસ અચાનક પલટી મારી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

જાણકારી પ્રમાણે બુલઢાણા પોલીસના ડેપ્યુટીએ આપેલી જાણકારી મુજબ આ બસમાં 33 લોકો સવાર હતા. જેમાંથી 26 લોકોના આગમાં મોત થયા હતા. તે જ સમયે, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.