રેસીપી, 25 મે 2026: Moong Dal Handwa હાંડવો (Handvo) એ ગુજરાતની એક પારંપરિક અને લોકપ્રિય વાનગી છે, પરંતુ જો તેને વધુ હેલ્ધી ટ્વિસ્ટ આપવો હોય, તો મગની દાળ ઉત્તમ વિકલ્પ છે. મગની દાળમાંથી બનતો આ હાંડવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હાઈ-પ્રોટીન અને હાઈ ફાઈબર થી ભરપૂર છે.
વજન ઘટાડવા, ડાયટ કરનારા, ડાયાબિટીસના દર્દીઓ અને બાળકો માટે આ એક બેસ્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ કે ડિનરનો ઓપ્શન છે. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો આ હાંડવો ઓછા તેલમાં શાકભાજીના ભરપૂર ઉપયોગ સાથે પૌષ્ટિક બને છે.
હાઈ પ્રોટીન મગ દાળ હાંડવો રેસીપી
1 કપ મગની દાળ
2 લીલા મરચાં
1 ટુકડો આદુ
સ્વાદ મુજબ મીઠું
1/2 કેપ્સિકમ
1 નાનું ગાજર
1 દૂધી
1/2 ચમચી બેકિંગ સોડા
તેલ
હાઈ પ્રોટીન મગ દાળ હાંડવો બનાવવાની રીત
મગની દાળને 5-6 કલાક અથવા આખી રાત પલાળી રાખો, પલાળેલી મગની દાળને પાણીથી કાઢી લો અને તેને લીલા મરચાં અને આદુ સાથે ભેળવીને સ્મૂધ બેટર બનાવો.
શાકભાજી, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરો, હળવેથી મિક્સ કરો.
એક પેન ગરમ કરો અને તેમાં થોડું તેલ ગ્રીસ કરો. તલ છાંટો. બેટર રેડો અને સરખી રીતે ફેલાવો, ઢાંકીને ધીમા તાપે 3-4 મિનિટ સુધી કુક કરો.બીજી બાજુ પલટાવીને 1-2 મિનિટ સુધી સોનેરી થાય ત્યાં સુધી કુક કરો, લીલી ચટણી સાથે પીરસો.

