Site icon Revoi.in

ઘરે આ રીતે બનાવો ખાટું મીઠું ભરેલા ટામેટા શાક, જાણો રેસીપી

Social Share

રેસીપી, 04 જૂન 2026: Stuffed Tomato Vegetables Recipe ટામેટા વગર કોઈ પણ શાક અધૂરા છે, તે આપણા રસોડામાં અનિવાર્ય શાકભાજીમાંથી એક છે, ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે ત્યારે કોઈ શાક ભાજી ઉપલબ્ધ ન હોય તો તમે ટેસ્ટી ભરેલા ટામેટાનું શાક બનાવી શકો છો જે ઓછી મહેનતે ખુબજ ટેસ્ટી બને છે.

ટામેટા સ્વાસ્થ્ય માટે ગુણકરી શાકભાજી છે, જો તમને ગરમીમાં કયું શાક બનાવવું તે વિશે મુંઝવણમાં છો તો આ સરળ રીતથી ઘરે ઓછી મહેનતે ચટાકેદાર ભરેલા ટામેટાનું શાક બનાવી શકો છો, જાણો ભરેલા ટામેટા શાક રેસીપી.

ભરેલા ટામેટાનું શાક રેસીપી

સામગ્રી

5/6 (પાકેલા) ટામેટાં

1/4 સેવ

2 ચમચી તલ

1/4 કપ મગફળી

મીઠું સ્વાદ મુજબ

1 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી હળદર પાઉડર

1 ચમચી ધાણા પાવડર

1 ચમચી ગરમ મસાલો

2 ચમચી તેલ

2 કળી લસણ

1 ચમચી રાઈ

1 ચમચી જીરું

1 ચમચી હિંગ

4/5 મીઠો લીમડો

1/2 ચમચી ખાંડ

1 ચમચી લીંબુનો રસ

પાણી જરૂર મુજબ

ભરેલા ટામેટા શાક રેસીપી

સૌ પ્રથમ ટામેટાં સુધારીને બંને બાજુથી ચીરા કરો. મગફળી, તલ અને સેવને બરછટ પાવડરમાં પીસી લો અને તેમાં બધા પાવડર મસાલા ઉમેરો. લસણ, ખાંડ અને લીંબુ અને થોડી કોથમીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. તમારું સ્ટફિંગ તૈયાર છે. તેને ટામેટાંમાં ભરો અને બાજુ પર રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા મસાલા ઉમેરો. તેના પર ટામેટાં અને તેલ સરખું ઉમેરો. ઢાંકીને 5 મિનિટ સુધી રાંધો જ્યાં સુધી ટામેટાં પાકી ન જાય અને ચીકણા ન થઈ જાય. તેમાં બાકીનું સ્ટફિંગ ઉમેરો અને પછી પાણી નાખો. તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દો. થોડી કોથમીર અને લીલા મરચાંથી સજાવો. રોટલી અથવા બાફેલા ભાત સાથે ગરમાગરમ પીરસો.

Exit mobile version