Site icon Revoi.in

ઉત્તરાયણ પર આ રીતે ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું

Social Share

Recipe 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ નજીક આવતાં જ  રંગબેરંગી પતંગો આકાશમાં ઉડવા લાગે છે અને રસોડામાં ઊંધિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શિયાળાની ખાસ આ વાનગી ઉત્તરાયણના દિવસોમાં દરેક ઘરના જમવાના મેનુમાં જોવા મળે છે. વિવિધ શાકભાજી અને ખાસ મસાલાથી બનતું ઊંધિયું સ્વાદ સાથે પરંપરાની ખુશ્બૂ પણ આપે છે. સુરતથી શરૂ થયેલી આ વાનગી આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઓળખ બની ગઈ છે. એટલે કહી શકાય કે પતંગ જેટલું જ મહત્વ આ તહેવારમાં ઊંધિયાનું પણ છે.

ઊંધિયું બનાવવાની સામગ્રી

મેથીના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

ઊંધિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

બનાવવાની રીત

સૌપ્રથમ ઊંધિયાનો સ્પેશિયલ મસાલો બનાવો. એક બાઉલમાં લીલું લસણ, કોથમીર, મીઠું, અજમો, ખમણેલું નાળિયેર, આદુ-લસણ-મરચાની પેસ્ટ, તલ, ખાંડ, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર અને ધાણા-જીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં અજમો અને હિંગ નાખી પાપડી, તુવેરના દાણા અને વટાણા ઉમેરી વઘારો. મીઠું અને હળદર નાખીને 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

બીજી તરફ રતાળુ, શક્કરિયા અને બટાકાને તેલમાં તળી લો. પછી રીંગણ પણ હળવાં તળી લો.

મેથીના મુઠીયા બનાવવા માટે મેથીની ભાજી, ચણાનો લોટ અને બધા મસાલા મિક્સ કરો. હવે તેમાં તેલનું મોણ નાખો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. નાના મુઠીયા બનાવીને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

હવે એક જાડા તળિયાવાળા વાસણમાં તિરૂપતિ તેલ ગરમ કરો. તેમાં આદુ-લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીને થોડું સાંતળો. ત્યારબાદ બાફેલા પાપડીના દાણા ઉમેરો અને ઊંધિયાનો મસાલો નાખીને મિક્સ કરો. હવે તેમાં તળેલા શાક અને મુઠીયા ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

હવે તેમાં એક ગ્લાસ ગરમ પાણી નાખીને થોડીવાર માટે ઢાંકીને ધીમા તાપે શાકને ચઢવા દો. બધું શાક બરાબર ચઢી જાય અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દો. અંતમાં ઉપરથી પાકા કેળા મૂકી દો. થોડીવાર ઢાંકીને રાખીને ગેસ બંધ કરી દો.

તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને મસાલેદાર સુરતી ઊંધિયું.

 

Exit mobile version