1. Home
  2. Tag "kite"

અમદાવાદમાં સવારે પતંગોનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોરે પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ

• પવન સારો રહેતા પતંગબાજોને મોજ પડી ગઈ • સવારના સમયમાં ઠંડીને લીધે આકાશમાં પતંગો ઓછા જોવા મળ્યા • એરપોર્ટ રન-વેથી પતંગ-દોરી હટાવવા ખાસ ટીમ બનાવાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે ઉત્તરાણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. સવારે ઠંડી અને ભારે પવનને લીધે આકાશમાં પતંગો ઓછી જોવા મળી હતી પણ બપોર થતાં જ આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો […]

સુરતમાં વીજ હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં કિશોરને કરંટ લાગતા મોત

સુરતના સચિન વિસ્તારમાં બન્યો બનાવ પતંગ હાઈટેન્શન લાઈનમાં ફસાયો હતો પતંગ કાઢવા જતાં દોરીમાં કરંટ ઉતરતા બ્લાસ્ટ થયો, સુરતઃ ઉત્તરાણને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા 13 વર્ષીય કિશોર દાઝી જતા મોત નિપજ્યું હતું. શહેરના  સચિન વિસ્તારમાં […]

પતંગ મહોત્સવઃ એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત એકતાનગર ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -1 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું. એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી […]

પતંગ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, ઉત્તરાયણ પર્વ ઉપર સારા પવનની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીથી ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન ઉત્તરાયણ પર્વ ઉપર આ વર્ષે સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહીને પગલે પતંગ રસિયાઓને ઠમકા મારામાંથી ઓછા ગણા અંશે રાહત મળશે. હવામાન વિભાગે ઉત્તરાયણ […]

અમદાવાદની પાળોના ધાબાઓ પર સવારથી જ પતંગોના નજારો જામ્યો, પશ્વિમ વિસ્તારમાં નિરસતા

અમદાવાદઃ શહેરમાં આ વખતે કોરોનાની અસર પતંગોત્સવ પર પડી રહી છે. જોકે સવારે ઠંડો પવન હોવાને લીધે લોકો ધાબા પર ચડીને પતંગો સાથે નીચે ઉતરી ગયા હતા. જોકે શહેરના પોળ વિસ્તારમાં સવારથી જ રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો હતો. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં આકાશમાં બહુ જુજ પતંગો જ ઉડતી જોવા મળી હતી. આ વખતે ડીજે […]

કાલે ઉત્તરાયણને દિને પવનની ગતિ અનુકૂળ રહેશે, પતંગરસિયાઓને મોજ પડશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શુક્રવારે પતંગોત્સવ ભારે ઓનંદોલ્લાસથી ઊજવાશે. આવતી કાલે હવામાન પતંગરસિયાઓ માટે સાનુખૂળ રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી વધુ ગતિએ ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે […]

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરુણા’ અભિયાન,

અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિના પર્વને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. મહાનગરોમાં પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે ઉલ્લાસ અને ઉમંગભર્યા આ તહેવારમાં પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા પંખીઓનો ભોગ લેવાતો હોય છે. આથી પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા અબોલ પક્ષી-પશુની સારવાર માટે કરૂણા અભિયાન મદદમાં આવશે. સૂત્રોના જમાવ્યા મુજબ આગામી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની […]

સુરતમાં પતંગે વધુ એક બાળકનો ભોગ લીધો, પતંગ પકડવા જતા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતઃ શહેરમાં ઉત્તરાણને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પતંગ-દોરીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરાણ યાને મકરસંક્રાંતિનું પર્વ આનંદ-ઉલ્લાસનું છે, પણ કોઈની જીન્દગીમાં આ પર્વ દુઃખ આપતું બની જતું હોય છે. પતંગોત્સવના આ પર્વમાં ધાબાઓ પર બાળકોની કાળજી રાખવી જરૂરી છે. શહેરમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે […]

પતંગની ધારદાર દોરીથી બચવા દ્વીચક્રી વાહનચાલકોએ અજમાવ્યો કિમીયો

અમદાવાદ: ઉત્તરાણ યાને મકરસંક્રતિના પર્વને હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પતંગ અને દોરાની ખરીદી જોવા મળી રહી છે. અમદાવાદ અને સુરત સહિત શહેરોમાં તો ઉત્તરાણ પહેલા અને વાસી ઉત્તરાણે ખૂબ પતંગો ચગાવવામાં આવતી હોય છે. આ ઉત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બીજી બાજુ પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા […]

ઉત્તરાયણમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું વધારે પસંદ કરવું જોઈએ

અમદાવાદઃ ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે આ તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન બાળકોથી માંડીને યુવાઓ અને અબાલ-વૃધ્‍ધો સૌ અગાસી પર ચઢીને પતંગ ચગાવવાની મજા અવશ્‍ય લેતાં હોય છે. પરંતુ આ મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય તે માટે આપણે જો આટલું અવશ્‍ય કરીશું તો ઉત્તરાયણની મજા મોજ, આનંદ અને ઉત્‍સાહથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code