Site icon Revoi.in

HPCL: 3 મહિનામાં સૌથી વધારે 4.96 MMT ક્રૂડ ઓઈલ રિફાઈન્ડ થયું

Social Share

પીએમ નરેન્દ્ર મોદીએ એચપીસીએલ મુંબઈ અને વિશાખાપટ્ટનમ રિફાઈનરીઓ દ્વારા ઉત્કૃષ્ટ શારીરિક કામગીરી પર ખુશી વ્યક્ત કરી છે. એક ટ્વીટ થ્રેડમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય પ્રધાન, હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે HPCL એ આપણા નાગરિકોને પરવડે તેવી ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ફરજથી આગળ વધી ગઈ છે. HPCL મુંબઈ અને વિશાખાપટ્ટનમ રિફાઈનરીઓ જાન્યુઆરી-માર્ચ 2023 દરમિયાન 4.96 MMTના ત્રિમાસિક ક્રૂડ થ્રુપુટની અત્યાર સુધીની સૌથી વધુ ૧૧૩ % ક્ષમતા પર કાર્યરત છે.

કેન્દ્રીય પ્રધાન દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર.”

ભારતમાં ઉર્જા ક્ષેત્રે દાયકાઓ થી કામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત ભારત વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની રહ્યો છે એ સમયે દરેક વ્યકિતની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવી એ ચિંતાજનક વિષય છે. જો કે, હવે તે સાથેજ સંપુર્ણ દેશમાં ઉર્જા ઉત્પાદન અને પૂરતા પુરવઠો પૂરો પાડવા માટેના અનેક પ્રયત્નો પણ થઇ રહ્યા છે, જ્યાં HPCL જેવા એકમો આમાં અગ્રણી રહીંને આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને તેમને પરવડે તેવા દરે ઉર્જા ઉપલબ્ધ કરવાના પ્રયાસો શરુ થઇ ગયા છે.

HPCL આ વર્ષના શરૂઆતથી જ ઘણી સારી કામગીરી કરી છે એટલુ જ નહિ પણ માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં આ કોર્પોરેશને ૧૧૩ ટકાની ક્ષમતા પર કામ કરી રહ્યું છે.

આવા ઉત્તમ કામ જોતા વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ તેમના કામના વખાણ તથા ખુશી વ્યક્ત કરતા ટ્વીટ શેર કરી જેમાં કોર્પોરશનના કામોને  “ઉર્જા માટેના સારા સમાચાર” તરીકે સંબોધીયું છે.