Site icon Revoi.in

મને સત્તાનો મોહ નથી, સીએમ હાઉસ છોડ્યું પરંતુ લડાઈ નહીઃ ઉદ્ધવ ઠાકરે

Social Share

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. એકનાથ શિંદે સહિત 38 જેટલા શિવસેનાના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. આજે શિવસેનાની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને સત્તાનો મો નથી. પરંતુ બળવો થયો તે યોગ્ય નથી.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ મીટીંગમાં કહ્યું કે, સીએમ હાઉસ છોડ્યું છે લડાઈ છોડી નથી. 6થી 7 મહિનાથી બીમાર હતો. ઉદ્ધવ ઠાકરેએ પુત્ર આદિત્ય ઠાકરેનો બચાવ કરવાની સાથે એકનાથ શિંદે પર પણ ગંભીર આક્ષેપ કર્યાં છે. ધારાસભ્યોને પૈસા આપવામાં આવ્યો હોવાનો પણ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો. દરમિયાન આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જે ગયા છે તે પૈસા લઈને ગયા છે. કેટલાક લોકોએ ઉદ્ધવ ઠાકરે સાથે ગદ્દારી કરી છે, જે ગયા છે તેમને કેટલાક સમય માટે કંઈક મળશે. શિવસેનાની બેઠકમાં અનેક મેતાઓ આવ્યાં હતા.

શિવસેનાના 38 ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડીના સભ્ય કોંગ્રેસ અને એનસીપી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને પક્ષના નેતા તરીકે એકનાથ શિંદેની પસંદગી ઉપર મહોર લગાવી હતી. હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે તેમજ તમામની નજર હાલ મહારાષ્ટ્રના રાજકારણ ઉપર મંડાયેલી છે. કોંગ્રેસ અને એનસીપીએ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કરીને તેમને સમર્થન આપ્યું હતું.