Site icon Revoi.in

ICC એ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપનું શેડ્યૂએલ જાહેર કર્યું – 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન સામસામે રમશે

Social Share

દિલ્હી – ક્રિકેટ રસીયાો આતુરતાથઈ ભારતમાં રમાનાર વન ડે વિશ્વકપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આ વિશ્વકપનું શેડ્યુએલ  ઈન્ટરનેશનલ  ક્રિકેટ કાઉન્સિલે આજરોજ જાહેર કર્યું છે.જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે, ભારત-પાકિસ્તાનનો મેચ ક્યારે રમાશે અને ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે તે સંપૂર્ણ વિતગ પર એક નજર કરીએ.

પ્રાપ્ત વિગત અનુસાર ICC એ જારી કરેલા  ODI વર્લ્ડ કપ 2023 શેડ્યૂલ મુજબ આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે.જેમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી આપણે જોઈ શકીશું.

આ સહીત  જો ભારતની પ્રથમ મેચની વાત કરીએ તો તે  8 ઓક્ટોબરે  ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સાથે કાટાની ટક્કર જમાવશે આ સાથે જ  ડ્રાફ્ટ શેડ્યૂલમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી  ત્યારે પાકિસ્તાન અને ભારકતની મેચને લઈને આતુરતાથી રાહ જોઈ રહેલા દર્તશકોના ઈંતઝારનો આંત આવ્યો છે કારણ કે  15 ઓક્ટોબરે અમદાવાદના મેદાન પર ભારત પાકિસ્તાનને ટક્કર આપતું જોવા મળશે. 

વન ડે વર્લ્ડ કપની તમામ મેચો કુલ 10 સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પ્રથમ સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે આ 46 દિવસની ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. કુલ 10 ટીમો ઉતરાણ કરી રહી છે. આ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ ચૂકી  છે.