Site icon Revoi.in

ICC T-20 વર્લ્ડકપઃ ભારે રસાકસી બાદ બાંગ્લાદેશને ભારતે પરાજય આપ્યો

Social Share

નવી દિલ્હીઃ આઈસીસી ટી-12 વર્લ્ડકપની સુપર-12માં આજે ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપ્યો હતો. આમ સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. જો કે, રવિવારે ટીમ ઈન્ડિયા ઝીમ્બાબ્વે સામે સુપર-12ની પોતાની અંતિમ મેચ રમશે.

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યાં હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટીંગ કરી હતી.બંને બેસ્ટમેનોએ 50થી વધારે રન કર્યાં હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી. 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે જબરદસ્ત શરૂઆત કરતા પાવરપ્લેમાં જ વિના વિકેટે 60 રન બનાવી લીધા હતા. દરમિયાન વરસાદ પડતા મેચ અટકાવવામાં આવી હતી. તે સમયે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે બાંગ્લાદેશ ભારત કરતાં 17 રન આગળ હતું. જોકે, વરસાદ બંધ થતા બાંગ્લાદેશને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે રિવાઇઝ્ડ ટાર્ગેટ 16 ઓવરમાં 151 રનનો મળ્યો હતો. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી, અને અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યો હતો. અંતિમ ઓવરમાં બાંગ્લાદેશ માત્ર 14 જ રન કરી શક્યું હતું. આમ 5 રનથી પરાજય થયો હતો. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે. વિરાટ કોહલી આ મેચમાં 16 રન બનાવતાં જ શ્રીલંકાના મહેલા જયવર્ધનેને પાછળ છોડીને હવે T20 વર્લ્ડ કપમાં ટૉપ સ્કોરર બની ગયો છે.