Site icon Revoi.in

પોલીસ કર્મચારી સામે કેસ ચાલતો હોય તો બદલી ના કરી શકાય, હાઈકોર્ટની ટકોર

Social Share

અમદાવાદઃ પોલીસ કર્મચારી સામે કેસ ચાલકો તો હોય તો તેની બદલી કરવી યોગ્ય ગણાય નહીં, તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણીમાં કર્યું હતું. પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના પગથીયા ચઢવા પડે છે, તેવી નોંધ પણ રાજ્યની વડી અદાલતે કરી હતી.

કેસની હકીકત અનુસાર, રેલવે વિબાગના પોલીસ કર્મચારીએ પોતાની બદલી મુદ્દે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. વારંવારની બદલીઓથી કંટાળીને પોલીસ કર્મચારીએ તેની ઉપર રોક લગાવવાની દાદ માંગતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જો કોઇ પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય તો તેની બદલી કરવી અયોગ્ય છે. પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય તો બદલી ન કરી શકાય. કોર્ટે સવાલ કર્યો કે આવા નિર્ણયો લેતા પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી. હાઇકોર્ટે ટકોર કરી કે, પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગ કેમ કોર્ટમાં આવતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટ્રાચાર સહિતના કેસનો સામનો કરતા પોલીસ કર્મચારીઓની સામે પોલીસ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવે છે. તેમજ જરૂર પડે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. અમરેલીમાં થોડા દિવસો પહેલા ગેરકાયદે પ્રવૃતિઓને લઈને પોલીસ સામે થયેલા આક્ષેપોને પગલે પોલીસ વિભાગે એક-બે નહીં પરંતુ 50 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના આદેશ કર્યાં હતા.