Site icon Revoi.in

મહેસુલ વિભાગના કર્મચારી લાંચ માગે તો તેનો વિડિયો બનાવો, અમે પગલાં ભરીશુઃ રાજેન્દ્ર ત્રિવેદી

Social Share

ગાંધીનગર :  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને અપિલ કરી છે કે, સરકારી કર્મચારી લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. કામ કરવા માટે પૈસા માંગનારા કર્મચારી સામે પગલાં લેવામાં આવશે.

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારના લાંચીયા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. લાંચિયા કર્મચારીઓને મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે. મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ પૈસા માગતા હોય તો તેમનો વીડિયો રેકોર્ડિંગ કરી લેવા લોકોને અપીલ કરી છે. આ મામલે મહેસૂલ મંત્રીએ જણાવ્યુ હતું કે, મહેસુલ વિભાગમાં તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમની સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરાશે. મહેસુલ વિભાગ કેટલીક ટીમો બનાવવામાં આવી રહી છે, તે કલેકટર ઓફિસમાં સીધી જઈને ચકાસણી કરશે. લોકોના પેન્ડિંગ પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી પાસે પણ કેટલીક ફરિયાદો પણ આવી છે, તેની સામે ચકાસણી કરીને પગલાં લેવાશે. અધિકારીઓ સામે પણ જરૂર પડે વિભાગીય કાર્યવાહી કરી શકાય છે. કેટલીક ફરિયાદો એવી પણ છે કે અધિકારી નકારાત્મક વલણ લઈને હુકમ કરતા હોય છે. આવા કિસ્સા પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિની સહયોગથી લખાણો થઈ મિલકત તબદીલ થઇ હોય તેવા કિસ્સા પણ કાને પડ્યા છે. ત્યારે નવા કિસ્સા ધ્યાનમાં આવે છે. કે, તેમાંથી સરકારની આવક જાય છે. જેથી કામ કરવા માટે કર્મચારીઓ કામ કરવા માટે પૈસા માગતો હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લેવા તેમણે અપીલ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેવી મહેસુલ મંત્રીએ ખુલ્લી ચીમકી આપી છે.