1. Home
  2. Tag "Bribe"

ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ માંગવી ભારે પડી, ACBના છટકામાં ઝડપાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં નાના કર્મચારીઓ જ નહીં પણ ક્લાસ-વન અધિકારીઓ પણ ખૂલ્લેઆમ લાંચ માગતા થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાટનગર ગણાતા ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાટનગરના શેરથા હાઈવે પર આવેલા બે ફાઇનલ પ્લોટના પઝેશન આપાયા બાદ બંને પ્લોટના ફાઇનલ પ્લોટનો અભિપ્રાય આપવા માટે […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાંચ હજારની લાંચ લેતા પકડાયા

અમદાવાદઃ રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર કોન્સ્ટેબલ જ નહીં હોમગાર્ડ પણ લાંચ લેવામાં મીડિયેટર બનીને લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની […]

સુરતમાં દારૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા પકડાયો

સુરત :  શહેરના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ-3નો કર્મચારી શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે 10 હજારની લાંચ માગી હતી. જો કે, 5 હજારમાં સમગ્ર મામલો નક્કી થયો […]

સાબરકાંઠામાં પેટ્રોલ પંપ સંચાલક પાસેથી લાંચ લેતા તોલમાપ વિભાગના અધિકારી પકડાયા

હિંમતનગરઃ જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ પર એસીબી વોચ રાખી રહી છે. ત્યારે રાયગઢ હાઇવે પર આવેલા એક પેટ્રોલપંપ પર સ્ટેમ્પિંગ કરવા મામલે તોલમાપ કર્મચારીએ રૂ 15 હજારની લાંચ લીધી હતી, ત્યારે એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કર્મચારીના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતા તેના બેંકમાં ખાતાકીય તપાસ અને લોકરની તપાસ કરતા તેમાંથી 5.70 લાખ રોકડા અને 4.67 […]

મહેસુલ વિભાગના કર્મચારી લાંચ માગે તો તેનો વિડિયો બનાવો, અમે પગલાં ભરીશુઃ રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર :  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને અપિલ કરી છે કે, સરકારી કર્મચારી લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. કામ કરવા માટે પૈસા માંગનારા કર્મચારી સામે પગલાં લેવામાં આવશે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ […]

ઉમરેઠઃ બિલ્ડર પાસેથી નાયબ મામલતદાર રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉમરેઠમાં મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયાં હતા. જમીનનું ક્ષેત્રફળ સુધારવા મામલે મામલતદારે બિલ્ડર પાસેથી લાંચની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code