Site icon Revoi.in

રાંધતા વખતે તેલના છાંટા ઉડ્યા હોય તો તરત જ કરો આટલું કામ, સ્કિન પર નહી રહે ડાઘ

Social Share

જ્યારે દરે ગૃહિણીઓ ઘરમાં ભોજન બનાવતી હોય છે અથવા કઈક તળતી હોય ત્યારે તેલના છાંટા ઉડતા હોય છે, આવી સ્થિતિમાં તેલના છાંટા અક મજબૂત ડાઘ બનીને રહી જાય છે ઘણી વખત સ્કિન પર કાળા કલરના ડોટ જેવા ઘબ્બાઓ પણ પડી જાય છે, જો હવે ક્યારેય પણ તમારા શરીરની સ્કિન પર તેલના છાંટા ઉડ્યા હોય તો તરત જ વિચાર્યા વિના નીચે આપેલી કેટલીક ટિપ્સ ફોલો કરજો આમ કરવાથી તમને જલન પણ નહી થાય અને ડાઘ પણ પડશે નહી.

જ્યારે પણ તમારી સ્કિન પર તેલના છાંટા ઉડે ત્યારે હા તરત જ તે જગ્યાએ ઠંડું પાણી નાખી દો.

આ સાથે જ જ્યા પણ તેલના ડાધા પડ્આ હોય ત્યા તરત ફ્રીજમાં થી બરફ કાઢીને ઘસી લો

તેલના છાંટા જે જગ્યા એ લાગ્યા હોય ત્યા તમે કોલગેટ કે પછી દાંતે ઘસવાની કોઈ પણ પેસ્ટ લગાવી દો તેનાથી રાહત મળે છે.

આ સહીત કેળા પર દાઝેલા ઘા માટે ઉત્તમ સારવાર ગણાય છે.દાઝેલા ઘા ઉપર પાકા કેળાંને બરાબર મસળી, ને જ્યા તેલ ઉડ્યું હોય ત્યા ઘસીને લગાવી લો.

આ સાથે એલોવેરામાં ઠંડક હોય છે તેને દાઝેલા ઘા પર લગાવવાથી રાહત મળે છે, 

જ્યા પણ તેલના છાંટા ઉડ્યા હોય ત્યા તમે ગુલાબજળ લગાવી શકો છો.જેનાથી  સ્કિન પર ડાધા પડતા અટકે છે અને બળતરા મટે છે.

આ સાથે જ દાઝેલા ઘા ઉપર કોપરેલ  લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.અને ડાધા પર પડતા અટકે છે આ સાથે જ ચામડીની બળતરા દૂર થાય છે.