Site icon Revoi.in

રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતમાં ભાજપને આઠ બેઠકો પર હરાવીશુઃ પી ટી જાડેજા

Social Share

અમદાવાદઃ રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી ન સંતોષોતા આદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાજકોટમાં રૂપાલાને હરાવવાના થપથ લેવાની સાથો સાથે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સહિતી આઠ બેઠકો પર હરાવાની પણ રણનીતિ તૈયાર કરીને તેનો અમલ શરૂ કરી દીધો છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ શનિવારે સંકલ્પ જાહેર કરતા કહ્યું હતું કે, અમારો સમાજ ભાજપને ઓછામાં ઓછી આઠ બેઠક પર ચોક્કસ હરાવીને જ રહેશે.

રાજકોટમાં શનિવારે રૂપાલા આંદોલન પાર્ટ 2 ની વ્યહરચના ઘડવા માટે યોજાયેલી  ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની એક બેઠક બાદ  પી.ટી.જાડેજાએ જણાવ્યુ હતુ કે, રૂપાલા સામે અમારો રોષ યથાવત છે, જો રૂપાલાને નહીં હટાવે તો ભાજપને નુક્સાન જશે, સરકારે 20 દિવસથી અમારી માગ કાને ન ધરી નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ કેમ છે.અમે અમે ચાર દિવસનો ચાન્સ આપ્યો, ફોર્મ પરત ન લેવાયુ, આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે સાથે સાથે રૂપાલાને હટાવવાની અમારી માગ યથાવત છે, ઉત્તર, મધ્ય, અને દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમો યોજવામાં આવશે, અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી, અમે હરિફ ઉમેદવારને મત આપવાના છીએ બીજી તરફ 400 ફોર્મ ભરીએ તો મત વહેંચાઇ જાય અમે ભાજપને ત્યારે જ મત આપીશું જયારે 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તેવી આશા રાખીએ છીએ.

તેમણે કહ્યુ હતું કે, પુરુષોત્તમ રૂપાલા સત્તાનો મોહ ન રાખે, અમારું આંદોલન પુરુષોત્તમ રૂપાલા સામે છે. સરકારે 20 દિવસથી અમારી વાત ધ્યાને નથી લીધી. અમે એક જ વાત કરીએ છીએ. એક વ્યક્તિ માટે સરકારને અને પક્ષને નુકશાન થઇ રહ્યુ છે. અમે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સહિતના આગેવાનોને રાત્રિના 12 વાગે મળવા ગયા હતા.

પદ્મિનીબાને કમિટીમાં સમાવવા અંગે પી.ટી.જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુ કે,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરે છે,પદ્મિની બા વ્યક્તિગત સામેથી આવે તો અમે જોઈશું, જોહર કરવાની વાત અલગ છે, જોહર કરવાની ખબર ન હોય તેમણે સમજવાની જરૂર છે, સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ, અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરીશું.