Site icon Revoi.in

પાણીની માંગ સતત વધશે તો વર્ષ 2030 સુધીમાં 50 ટકા લોકો પાણી પહોંચાડવુ બનશે મુશ્કેલ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પાણીના સ્ત્રોતોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકાર ચિંતિત બની છે. દરમિયાન નેશનલ વોટર પોલીસીનો તાજેતરમાં જ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો પાણીની માંગમાં સતત વધારો થતો રહેશે તો વર્ષ 2030 સુધીમાં 50 ટકા વસતીને પાણી પહોંચવાનું મુશ્કેલ બને તેવી શકયતા ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ મિહિર શાહે વ્યક્ત કરી હતી. ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યું હોવાથી ડ્રાફ્ટમાં પાણીના ઓછા ઉપયોગ અંગે અનેક ભલામણો પણ કરવામાં આવી છે. નવી વોટર પોલિસી લાગુ કરવા માટે રાજ્યોમાં સંમતિ બને અને વિવાદોનુ સમાધાન થાય તે માટે સૂચનો કરાયા છે.

તેમણે કહ્યું હતું કે,  ડ્રાફ્ટમાં માંગની જગ્યાએ સપ્લાય સાથે જોડાયેલી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ઓછા પાણીની જરૂરિયાતવાળા પાક લેવાની ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહીં ઉદ્યોગોમાં પણ પાણીન વપરાશ ઘટે તેવી ભલામણ કરાઈ છે. પહેલી પ્રાથમિકતા રોજ બરોજના જીવન માટેની પાણીની જરુરિયાતને, બીજી પ્રાથમિકતા ખેતી તેમજ નદીઓમાં પાણી સ્વચ્છ રહે તેને તેમજ ત્રીજી પ્રાથમિકતા સામાજિક તેમજ સાંસ્કૃતિક જરુરિયાતો માટે પાણીના ઉપયોગને અપાઈ છે. ચોથી કેટેગરીમાં પાણી સાથે જોડાયેલી વેપારી પ્રવૃત્તિઓને રખાઈ છે.ઉદ્યોગો રિસાયકલ વોટર વાપરે તેના પર ભાર મુકાયો છે અને પાંચમી કેટેગરીમાં પાણીના નવા ભંડારો પર જોર અપાયુ છે.તમામ રાજ્યોમાં સ્વતંત્ર રીતે વોટર મેનેજમેન્ટ માટેની સંસ્થાઓ સ્થાપવાનુ સૂચન કરાયુ છે.