દાહોદમાં મેઘમહેર : વનતલાવડી અને પરકોલેશન ટેન્ક છલકાયાં
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસતા જલાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દાહોદ જિલ્લામાં મેહુલિયાએ અમીદ્રષ્ટિ કરી છે અને આકાશમાંથી વરસેલા કાચા સોનાને વનવિભાગે આબાદ ઝીલી લીધું છે. અષાઢમાં વરસેલા વરસાદે જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત બનાવાયેલી 26 વનતલાવડી અને 50 પરકોલેશન ટેન્કમાંથી મોટા ભાગનાને છલકાવી દીધા છે. આ વનતલાવડીઓ અને પરકોલેશન […]