Site icon Revoi.in

જો દલિત ન હોત, તો સુપ્રીમ કોર્ટમાં આજે જજ ન હોત: શા માટે આવું બોલ્યા જસ્ટિસ ગવઈ?

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યુ છે કે જો તેઓ દલિત સમુદાયમાંથી ન હોત તો આજની તારીખમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન હોત. તેમણે કહ્યુ છે કે અનામત એટલે કે સકારાત્મક કાર્યવાહીના કારણે જ હાંસિયામાં રહેનારા સમુદાયના લોકો પણ ભારતના ટોચના સરકારી પદો સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે જો સુપ્રીમ કોર્ટમાં સામાજીક પ્રતિનિધિત્વ હેઠળ અનુસૂચિત જાતિના શખ્સને તેનો લાભ આપવામાં આવ્યો નથી, તો કદાચ તે બે વર્ષ બાદ પદોન્નત થઈને આ પદ પર પહોંચત.

તેમણે પોતાને એક ઉદાહરણ થરીકે રજૂ કરતા કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં તેમની પદોન્નતિ બે વર્ષ પહેલા કરવામાં આવી, કારણ કે કોલેજિયમ દલિત સમુદાયના ન્યાયાધીશને બેંચમાં રાખવા માંગતું હતું. જસ્ટિસ ગવઈ, જે પહેલા બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરતા હતા, તેમણે કહ્યુ છે કે બોમ્બે હાઈકોર્ટના જજ બનવાની પાછળ પણ આ એક કારક હતું. જસ્ટિસ ગવઈએ કહ્યુ છે કે જ્યારે તેમને 2003માં બોમ્બે હાઈકોર્ટમાં જજ  તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ એક વકીલ હતા અને તે સમયે હાઈકોર્ટમાં કોઈ દલિત જજ ન હતો.

તેમણે કહ્યુ કે હાઈકોર્ટના જજ તરીકે મારી નિયુક્તિમાં દલિત હોવું એક મોટું કારક હતું. જસ્ટિસ ગવઈને 14 નવેમ્બર, 2003ના રોજ હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. તેઓ તે તારીખથી 11 નવેમ્બર, 2005 સુધી બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ રહ્યા. તેના પછી તેમને 12 નવેમ્બર, 2005માં સ્થાયી જજ બનાવવામાં આવ્યા હતા. તે આ પદ પર 24 મે, 2019 સુધી રહ્યા. તેના પછી તેમને પદોન્નતિ  આપીને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા. તેઓ 23 નવેમ્બર, 2025ના રોજ રિટાયર થશે. હાલ તેઓ પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો હિસ્સો છે.

બાર એન્ડ બેંચના રિપોર્ટ મુજબ, જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ વાત ન્યૂયોર્ક સિટી બાર એસોસિએશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહી, જ્યાં તેઓ પોતાના જીવન પર વિવિધતા, સમાનતા અને સમાવેશનના પ્રભાવ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. એનવાયસીબી લૉના વિદ્યાર્થીઓ અને વકીલોનું એક સ્વૈચ્છિક સંગઠન છે.

રિપોર્ટ મુજબ, આ કાર્યક્રમમાં કાયદાનું શાસન જાળવી રાખવા અને વ્યક્તિગત અધિકારોને આગળ વધારવામાં ભારત અને અમેરિકામાં ન્યાયપાલિાની ભૂમિકા પર એક ક્રોસ-સાંસ્કૃતિક ચર્ચા થઈ.