સાહિન મુલતાનીઃ-
આજકાલ ફરવાનો શોખ સૌ કોઈ ધરાવે છે,ફરવા માટે લોકો દૂર દૂર સુધી જાય છે કેટલાક લોકો બાયરોડ જાય છએ તો કેટલાક લોકો ટ્રેનની પસંદગી કરે છએ,જો કે પ્રવાસ દરમિયાન જો કોઈને પણ સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડતી હોય તો તે છે ખોરાક, કારણ કે આપણા પ્રદેશની બહાર ફરવા જઈએ એટલે ફૂડ ખાસસ્ુ ચેન્જ થઈ જાય છે,ત્યાની વાનગીઓ આપણ ાસ્વાદથી મેચ થતી નથી આવી સ્થિતિમાં આપણે જાણીશું કે પ્રવાસ દરમિયાન તમે શું શું સાથે રાખી શકો જેથી કરીને તમે જ્યાં પણ જાઓ ત્યારે તમને તમારા ધરનો સ્વાદ મળી શકે,
1 – સુકા નાસ્તા
જો તમે બહારના રાજ્યમાં ફરવા જાઓ છો તો તમે ઘરે બનાવેલા સુકા નાસ્તા સાથે લઈ જાઓ, ખાસ કરીને શક્કરપારા, મેથીના ખાખરા, સુકી કચોરી વગેરે,,,,આ ખોરાક વધુ સમય સુધી ટકી રહેશે અને તમે તેને આરામથી ગમે ત્યા પર્સમાં લઈ જઈ શકો છો અને તમારા પ્રવાસન સ્થળ પર તેને ખાઈ શકો છો.
2- મેથીના, દુધીના થેપલા
જો તમે ઘરથી દૂર જઈ રહ્યા છો તો આ નાસ્તો બનાવો. જો કે એક ધ્યાન રાખવા જેવી બાબત છે આ થેપલા બનાવતા એવી કોઈ વસ્તુ અંદર ન ઉમેરવી કે તેની આવર્દા ઘટી જાય એટલે તે સાદા મસાલાથી જ થેપલા બનાવીને પેક કરો, થેપલા આરામથી 10 દિવસ રહી શકે છે સાથે જ લસણની ચટણી લઈલો જે તમારા સ્વાદમાં વધારો કરશે
3 – બ્રેડ
બ્રેડ તમને કોઈ પણ સ્થળે ઈઝીલી એવેલેબલ થી જશે ,તેના સાથે તમે પેક કરેલી સલણની ચટણી ખાઈ શકો છો જેનાથી તમને જો બહારનું ફૂડ ન ભાવે તો કામ ચાલી જશે અને પેટ ભરાઈ પણ જશે.
4 ચટણીઓ
લસણની ચટણી, ગોળ આમલીની ચટણી તમે જોડે લઈ જઈ શકો છો જે બહાર રેસ્ટોરન્ટમાંથી રોટલી લઈને તમે તેનો બહાર પણ ઘર જેવો સ્વાદ માણી શકો છો.
5 ચોખાના શેકેલા પાપડ
ખિચિયા પાપડને શેકીને ટૂકડાઓ કરીલો તેને એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને તમે લઈ જઈ શકો છો,આ તમને ટ્રોવેલ દરમિયાન ખૂબ કામ લાગશે જેનાથી હળવી ભૂખ મટી જશે, લાઈટ ભૂખ લાગી હોય ત્યારે તમે આ ખાઈ શકો છો.
6 રોસ્ટેડ કઠોળ
જો ટચ્રાવેલિંગ દરમિયાન ખાલી મોઠું ચાલુ રાખવા કંીક જરુર હોય તો તમે ઘરેથી શિંગદાણા એટલે કે ખઆરીશીંગ, ચણા એવું લઈ શકો છો આ સરળશતાથી બેગમાં રહેશે અને ગમે ત્યા ખાઈ પણ શકાશે.