Site icon Revoi.in

તમને પણ વધારે પરસેવો આવતો હોય તો સાવધાન થઈ જાઓ, થઈ શકે છે ખતરનાક બીમારી

Social Share

દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ઘણા સ્થળોએ હજુ પણ ભારે ગરમી છે અને વાદળછાયું આકાશને કારણે કેટલાક સ્થળોએ ભેજમાં વધારો થયો છે. આવામાં શરીરમાં ખૂબ પરસેવો થાય છે. પણ કોઈને કોઈ પણ કામ કર્યા વિના વધુ પડતો પરસેવો થતો હોય તો સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તે એક પ્રકારની બીમારી હોઈ શકે છે, જેને હાઈપરહિડ્રોસિસ કહેવામાં આવે છે. આ રોગ શરીરમાં પાણીની ઉણપને કારણે થાય છે, જે જીવલેણ પણ હોઈ શકે છે. જાણો તે કેટલું જોખમી હોઈ શકે છે.

ડોક્ટરના મતે, જ્યારે કોઈના શરીરની પરસેવાની ગ્રંથીઓ ખૂબ સક્રિય થઈ જાય છે ત્યારે હાઈપરહિડ્રોસિસની બીમારી થઈ શકે છે. જેના કારણે વધુ પડતો પરસેવો થાય છે. આવું સતત થતું રહે છે, જેના કારણે પાણીની અછત સર્જાય છે. જેના કારણે ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા અને બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક પણ આવી શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ.

હેલ્થ એક્સપર્ટ મુજબ, પરસેવો થવો ખૂબ સામાન્ય છે. તે શરીરની ઠંડક પ્રણાલી માટે પણ સારું છે. તેનાથી શરીરનું તાપમાન સરળતાથી કંટ્રોલ કરી શકાય છે, પણ વધુ પડતો પરસેવો એ ખરાબ હેલ્થનું લક્ષણ છે. આમાં, ચહેરા, કપાળ અને હાથની હથેળીઓમાં પરસેવો વધુ થાય છે.

આ બીમારી ખતરનાક માનવામાં આવે છે કેમ કે વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. તેનાથી શરીરમાં સોડિયમ ઓછું થઈ શકે છે. જે હૃદય, મગજ કે કિડની જેવા અંગો પર વિપરીત અસર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, નિર્જલીકરણ જીવલેણ પણ હોઈ શકે છે.