Site icon Revoi.in

જો જરુર કરતા વધારે સફરજન ખાઈ રહ્યા છો તો ચેતી જજો, આરોગ્યને ા રીતે કરે છે નુકશાન

Social Share

સામાન્ય રીતે ફળોને આપણે પોશક તત્ત્વોથી ભરેલો આહાર માનીએ છીએ અને તે વાત તદ્દન સાચી પણ છે, પરંતુ એક કહેવત છે ને કોઈ પમ વસ્તુ જરુરીયાતથી વધારે સારી નહી…બસ તો સફરજનનું પમ કંઈક આવું જ છે, વધારે પડતા સફરજન ખાવાથી શરીરમાં બીમારીનું ઘર થાય છે,કફ જેવી ફરીયાદ ઇત્પન્ન થાય છે, જો કે સફરજનમાં વિટામિન સી, ફાયબર અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. આ તમામ મળીને આપણા સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. પરંતુ અતિ ઉપયોગથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ પડે છે.

જાણો વધારે પડતું સફરજનનું સેવન કઈ રીતે કરે છે આરોગ્યને નુકાશન

પાચક્રિયાને અવરોધીત બાનાવે છેઃ

સફરજનમાં ફાયબરથી સભર હોય છે, સ્વાસ્થ્ય માટે તે સારું છે પરંતુ તેનું વધુ પડતું સેવન વિપરીતઅસર કરે છે. જેના કારણે બ્લોટિંગ અને કબજિયાતની સમસ્યા થવાની શક્યતાઓ વધે છે. શરીરને રોજની 20-40 ગ્રામ ફાયબરની જરૂર હોય છે તેથી વધારે ફાયબર પેટને ખરાબ કરે છે.

દાંત ખરાબ થવાની શક્યતાઓ વધે છે

સફરજન સોડાથી પણ વધુ એસિડિક હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ તમારા દાંતોને નુકસાન કરી શકે છે.તમે પાછળના દાંતથી સફરજન જો ચાવો છો તો વાંધો નથી. પરંતુ વધુ પડતો ઉપયોગ દાંતને નુકસાન કરી શકે છે.

બ્લડ સુગરને અનિયંત્રીત કરે છે

સફરજન માં કાર્બોહાઈડ્રેટ્સ વધુ માત્રામાં સમાયેલ હોય છે. જે ઊર્જાનો મોટો સ્ત્રોત ગણાય છે.જેના સેવનથી આપણે ખુશ રહી શકીે છીએ. કારણ કે તે ફીલ ગુડ ન્યૂરોટ્રાન્સમિટર જેવા સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે. પરંતુ વધુ સફરજન નો ઉપયોગ બ્લડ શુગરમાં વધારો કરી શકે છે. ડાયાબિટીના રોગીઓ માટે વધુ પડતું ગળ્યું નુકશાન કારક હોય છે જેથી આવા દર્દીઓએ બને ત્યા સુધી ઓછા સફરજન ખાવા જોઈએ

હાઈ વેઈટ નું બની શકે છે કારણ

વધારે પડતા સફજનના સેવનથી વજન વધવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે,સફરજનમાં કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવાના કારણે તેમાંથી તાત્કાલિક ઊર્જા મળે છે.જે વજન વધવામાં મદદરુપ બને છે.