Site icon Revoi.in

દાર્જિલિંગના પ્રવાસનું વિચારતા હોય તો જાણો કેટલાક મહત્વના સ્થળો વિશે..

Social Share

વેકેશનમાં લોકો પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનીંગ કરતા હોય છે, તમે પણ આગામી વેકેશનમાં પ્લાનીંગ કરી રહ્યાં હોય તો એક વાર અચુક દાર્જિલિંગની મુલાકાત લેજો, દાર્જિલિંગ જાય તો ટોય ટ્રેનની મુસાફરીની સાથે કેટલાક મહત્વના સ્થળોની મુલાકાત લેવાનું ચુકશો નહીં. દાર્જિલિંગ ખૂબ જ સુંદર છે. જેણે પણ દાર્જિલિંગની મુલાકાત લીધી છે તેણે કહ્યું છે કે દાર્જિલિંગ શ્રેષ્ઠ સ્થળ છે.

ટાઈગર હિલઃ દાર્જિલિંગમાં ટાઈગર હિલ એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં હિમાલય ઉપર સૂર્યોદયનો સુંદર નજારો જોઈ શકાય છે. કંચનજંઘા પર્વતમાળા પર ઉગતા સૂર્યનો નજારો તમે ક્યારેય નહીં ભૂલી શકો.

ટોપ ટ્રેનઃ દાર્જલિંગમાં સંદર સ્થળો ઉપર ફરવાની સાથે પ્રવાસીઓ અહીંની ટ્રેનની મુસાફરી પણ કરે છે. આ ટ્રેનને ટોય ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જ્યાં તમે સુંદર નજારો જોઈ શકો છો. આ ટ્રેનની સવારી તમને લીલી ચાના બગીચા, જંગલો અને પર્વતો વચ્ચે લઈ જાય છે.

ઝૂઃ અહીં પ્રાણી સંગ્રહાલયમાં તમને એવા પ્રાણીઓ જોવા મળશે જે લુપ્ત થવાના આરે છે. જેમાં સ્નો લેપર્ડ અને રેડ પાંડાનો સમાવેશ થાય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રાણીઓ માટે સંવર્ધન કેન્દ્ર પણ છે, જે તેના મુલાકાતીઓને એક અનોખો અનુભવ પૂરો પાડે છે.

મોલ રોડઃ દરેક હિલ સ્ટેશનનો મોલ રોડ ખાસ હોય છે. દાર્જિલિંગનો મોલ રોડ પણ અહીં ઘણો પ્રખ્યાત છે. ત્યાં ઘણી દુકાનો, રેસ્ટોરાં અને કાફે છે જ્યાં તમે આરામ કરી શકો છો અને ખરીદી કરી શકો છો.

જાપાની પાનીઝ પીસ પેગોડાઃ આ એક અત્યંત સુંદર સ્મારક છે, જે શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું. આ પેગોડામાંથી આસપાસની ટેકરીઓ અને ખીણોનો સુંદર નજારો જોઈ શકાય છે. અહીં થોડો સમય વિતાવીને તમે તમારા મનમાં શાંતિ મેળવશો.