Site icon Revoi.in

હિમાચલમાં ફરવાનો પ્લાનિંગ બનાવો છો, તો તમે ફરીથી આ એડવેન્ચરની મજા માણી શકશો, સરકારે લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

Social Share

શિમલાઃ- હિમાચલ પ્રદેશ પ્રવાસીઓનું મનપસંદિદા સ્થળ છે, મોટા ભાગના પ્રવાસીઓ અહી ફરવા માટે જતા હોય છે ખાસ કરીને અહી પેરાગ્લાઈડિંગથી લઈને એડવેન્ચરની મજા માણવી લોકોને ખૂબ પસંદ હોય છે જો કે છેલ્લા ઘણા સમયથી અહીની સરકારે આ પુ્રકાના એડવેન્ચરો પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે પ્રવાસીઓ માટે હવે સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે જે પ્રમાણે અહી ફરવા આવતા પ્રવાસીઓ માટે સરકારે આ પ્રતિબંધો હટાવી દીધા છે.

પેરાગ્લાઈડિંગ અને રિવરરાફ્ટિંગની મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે હિમાચલની સરકારે દરવર્ષે એરિયો સ્પોર્ટ્સ રુલ્સને ધ્યાનમાં રાખીને જુલાઈથી લઈને મિડ સપ્ટેમ્બર સુધી પેરાગ્લાઈડિંગ અને રિવરરાફ્ટિંગ બેન મૂક્યો હતો.કારણ કે વરસાદી વેધરના કારણે મુકશાનની સંભાવનાઓ રહે છે,જો કે સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ પુરા થતાની સાથે જ સરકારે આ પ્રતિબંધ હટાવી લીધો છે. હિમાચલ પ્રદેશ મિસલેનિયસ એડવેન્ચર રુલ્સ 2017 હેઠળ ા નિયમનું પાલ થતું આવ્યું છે.

જો કે હવે આ નિયમનો સમયગાળો પુરો થતા આ પ્રતિબંધ હટાવી દેવાયો છે.જો કે જ્યા હાલ પણ સ્નોફોલ શરુ છે ત્યા ટ્રેકિંગ પર પ્રતિબંધ યથાવત રાખઅયો છે.જાણકારી પ્રમાણે 15 હજાર ફૂટની ઊંચાઈએ ટ્રેકિંગ માટેનો પ્રતિબંધ યથાવત જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલમાં  સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ફરવાની મજાજ જ કંઈક અનોખી હોય છે.આ સમયગાળા દરમિયાન અહી અનેક તહેવારોનો લ્હાવો મળી રહે છે.જો રીવરરાફ્ટિંગની વાત કરીએ તો કુલુમાં આ એજવેન્ચરની તમે મજા માણી શકો છો.આ સહીત રોહતાંગ પાસ, કોઠી, બીજી મહાદેવ અને બિલાસપુરમાં પેરાગ્લાઈડિંગનો આનંદ માણી શકો છો.