શિયાળાની મોસમમાં ગાજરનો હલવો દરેક ઘરમાં બને છે, પણ દર વખતે એક જ વસ્તુ ખાવી કંટાળાજનક બની શકે છે. આ વખતે ગાજરના હલવાને ‘ગાજરના લાડુ’ સાથે રિપ્લેસ કરો. આ લાડુ બનાવવા જેટલા સરળ છે, ખાવામાં તેટલા જ લિજ્જતદાર છે. માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જતા આ લાડુ બાળકોથી લઈને વડીલો સુધી સૌને પસંદ આવશે.
ગાજર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેમાં કેલરી, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબરની સાથે બીટા કેરોટીન, વિટામિન એ, કે-1, બી-6 અને બાયોટિન ભરપૂર માત્રામાં હોય છે. બીટા કેરોટીન હોવાથી તે આંખોની રોશની સુધારે છે. વિટામિન A ત્વચામાં કુદરતી ગ્લો લાવે છે. ગાજરનું સેવન બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.
- સામગ્રી
ગાજર: 500 ગ્રામ
ખાંડ: 250 ગ્રામ
દૂધનો માવો : 200 ગ્રામ
નાળિયેરનું છીણ: 200 ગ્રામ
કાજુ-બદામ: મુઠ્ઠીભર
ઈલાયચી પાવડર: સ્વાદ મુજબ
- લાડુ બનાવવાની રીત
સૌથી પહેલા ગાજરને ધોઈને તેના 2-3 ટુકડા કરી લો. કૂકરમાં થોડું પાણી નાખી 2 સીટી વગાડી ગાજરને ઉકાળી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બાફેલા ગાજરને બરાબર સાંતળો (ભૂંજી લો). ગાજર બરાબર શેકાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. હવે તેમાં ઈલાયચી પાવડર, સમારેલા કાજુ-બદામ અને માવો (ખોયા) ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ઠંડું થવા દો. મિશ્રણ ઠંડું થાય એટલે હથેળી પર થોડું ઘી લગાવી તેને ગોળ લાડુનો આકાર આપો. તૈયાર થયેલા લાડુને નાળિયેરના છીણથી કોટ કરી ઉપર કાજુના ટુકડા લગાવીને સર્વ કરો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ યુવાનને જીવતો સળગાવ્યો

