Site icon Revoi.in

શું તમારા લોહીમાં ઉણપ છે,તો આ 5 વસ્તુઓનો ખોરાકમાં કરો સમાવેશ જેનાથી લોહી બનશે શુદ્ધ

Social Share

 

આજની આ ફાસ્ટ લાઈફમાં ક્યાક આપણે આપણો ખ્યાલ રાખતા ભૂલ્યા છે, આપણા રોજબરોજના કાર્યની સાથે સાથએ આપણા આરોગ્યની જાળવણી કરવી ખૂબ મહત્વની છે, એક કહેવત પ્રમાણે ,પહેલું સુખ એટલે જાત સારી હોવી. અટલે કે જો આપણું સ્વાસ્થ્ય જ સારુ નહી હોય તો આપણે બીજું શું કાર્ય કરી શકવાના, તો આ કહેવતને સાચી કરવા માટે પહેલા તો આપણે આપણી પોતાની કાળજી લેવી જોઈએ.

ઘણા લોકોને ફરીયાદ છે કે તેમના લોહીમાં ઘણી ઉણપ જોવા મળે છે, બ્લડ રિપોર્ટ કરાવતા ખબર પડે છે કે લોહી શુદ્ધ નથી ત્યારે આવા સમયે એવી કેટલીક વસ્તુઓ છે કે જેને તમે તમારા આહારમાં જો શામેલ કરશો તો ચોક્કસ તમારું લોહી શુદ્ધ બનશે. તો ચાલો જાણીએ કંઈ વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદગાર સાબિત થાય છે.

 

લીબું પાણી

લીંબુ પાણી આપણા શરીરના લોહીને શુદ્ધ કરવાની એક ઉત્તમ રીત છે. લીબું પાણીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં સમાયેલ  હોય છે. જેના કારણે શરીરનું PH લેવલ જળવાઈ રહે છે.આ સાથે જ પાચન શક્તિને મજબૂત બનાવવાના કારણે  બ્લડમાં રહેલા ટોક્સિનને નીકાળવા માટે હેલ્પ કરે છે. દરરોજ સવારે ખઆલી પેટે લીબું પાણી પીવું લોહી શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.

એપલ વિનેગર

એપલ વિનેગર પણ શરીરમાં લોહીની શુદ્ધી કરવામાં કારગાર સાબિક થાય છે, પરંતું કેનું સેવન યોગ્ય માત્રા સાથએ કરવામાં આવે તો તે ફઆયદા કારક છે બાકી નુકાશન પણ કરી શકે છે. એપલ વિનેગર મિક્સચર શરીરમાં યૂરીક એસિડને બહાર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. પીએચ લેવલને મેન્ટેન કરવા અને બોડી ટીશ્યૂને ક્લિયર કરવામાં અકસીર છે. બે ચમસી એપ્પલ સાઇડર વિનેગરને અને અડધી ચમચી બેકિંગ સોડાને એક ખાલી ગ્લાસમાં મિલાવો અને કેટલાક સમય માટે છોડી દો.થોડી વાર પછી તેનું સેવન કરો.

હળદર

એન્ટી બેક્ટિરીયલ ગુણને કારણે તે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારવાનું અને તેને જાળવી રાખવાનું  કામ કરે છે.  આયુર્વેદિક રૂપમાં તેનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. ગરમ દૂધમાં અડધી ચમચી હડદરને મિલાવી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે.

પાણી

દિવસ દરમિયાન ખૂબ પાણી પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે, આ સાથે જ શરીરમાં લોદીનું શુદ્ધીકરણ પણ પાણી દ્રારા થાય છે,લોહીને શુદ્ધ કરવા માટે પાણી સૌથી જરૂરી ગણવામાં આવે છે.  દિવસભરમાં બેથી ત્રણ લીટર પાણી શરીરની અશુદ્ધિઓને સરળતાથી દૂર કરી શકે છે.