Site icon Revoi.in

ગોળમાંથી બનેલી ચા પીવાની આદત હોય તો બંધ કરી દેજો,નહીં તો થઈ જશે ભારે નુક્સાન

Social Share

ચા પીવાની આદત સારી છે કે ખોટી તેના વિશે તો આજ સુધી કોઈ સટીક જવાબ મળ્યો નથી, પણ આજે પણ કેટલાક કામની શરૂઆત ચા પીવાથી થાય છે અથવા કેટલીક મીટિંગની શરૂઆત ચા પીવાથી શરૂ થાય છે. પણ કેટલાક જાણકારોના અનુસાર ચા પીવાથી શરીરને નુક્સાન પણ થાય છે અને ગોળમાંથી બનેલી ચા તો કોઈ પણ કિંમતે પીવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ શુગર હોય છે અને જો તમે તેનું વધુ સેવન કરો છો તો તે શરીરના બ્લડ શુગર લેવલને પણ બગાડી શકે છે.

જાણકારોના મંતવ્યો અનુસાર જો તમને ચામાં મીઠાશ ગમે છે તો તમે ગોળને બદલે મીશ્રીનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ અનુસાર તેની અસર ઠંડક આપનારી છે. જો કે, તેનું સેવન સંયમિત માત્રામાં પણ કરવું જોઈએ. આ ઉપરાંત દૂધમાં હાજર ફેટ અને ગોળને કારણે તમારું પેટ ખરાબ થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, આના કારણે પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે,ચા પીવી કે ન પીવી તો લોકોની અંગત પસંદ હોય છે અને આ લેખ સંભાવનાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે જેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.

Exit mobile version