Site icon Revoi.in

શું તમને શરદી,ગેસ અને એસીટિડીની સમસ્યા કાયમ રહે છે, તો જોઈલો હવે તેનો ઉપાય

Social Share

સામાન્ય રીતે શિયાળાની ઋતુ આવકાની સાથે જ આપણા સૌ કોઈને શરદી કફ જેવી સમસ્યાઓ થતી હોય છે આ સાથે જ જ્યારે પણ ભારે ખોરાક ખાઈ લીધો હોય ત્યારે ગેસ, અપચો, એસીડીટી જેવી સમસ્યા થાય છે,આ શાસાથે જ અવારનવાર બહારનું ફૂડ ખાવાથી વજન વધવાની શક્યયતા વધારે હોય. છે પરિણામે આપણાને કોલેસ્ટ્રોલ, અને ઈમ્યુનીટી ઘટી જવી અનેક સમસ્યાઓ થી જાય છે,

ત્યારે હવે આજે એક એવો ઉપાય જોઈશું તે જે તમને આ તમામ પ્રકારની સમસ્યામાં રામબાણ સાબિત થશે. શરદી અને કફને અટકાવવા ખુબ જ જરૂરી છે. આ માટે આપણી ઈમ્યુનીટી વધે તેવા પ્રયાસો કરવા ખુબ જ જરૂરી છે.

આ તમામ રોગ માટે આ રીતે જીરા અને અજમાથી બનાવો એક ખાસ ઉકાળો

એક નાનકડી તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું. આ પાણીને હળવા કે ધીમા તાપ ઉપર ગરમ કરવું. આ પાણીને ગરમ કરતી વખતે એક નાની ચમચી જેટલું જીરું નાખવું.આ જીરૂની સાથે અડધી ચમચી અજમો નાખવો અને ધીમે ધીમે આ પાણીને 10 મિનિટ સુધી ગરમ કરવું.

જ્યારે આ ઉકાળામાં અજમાનો દાણો ફૂલી જાય અને તેનો કલર પણ બદલાય જાય છે અને થોડું પીળા કલરનો ઉકાળો થઈ જશે. આ રીતે પીળું થઈ જાય પછી તેને ગરણીથી ગાળી લેવું.

હવે આ પાણીને ગાળી લીધા પછી અંદર પા ચમચી સંચળ અને બે થી ત્રણ ટીપા લીંબુનો રસ એડ કરવો લીંબુમાં વિટામીન સી હોય છે. લીંબુ શરદી અને કફને ઓછો કરવામાં ખુબ જ મદદરૂપ થશે.
આ પીણું સામાન્ય હળવું ગરમ હોય ત્યારે પીવું. આ ઉપાય દિવસમાં એક વખત કરવામાં આવે તો પણ ઉપયોગી થશે. આ ઉપાય ગમે તેવી એસીડીટી, ગેસ, અપચો, શરદી હશે, ભૂખ ન લાગતી હોય, વજન ઘટાડવું હોય તમામ પ્રકારની સમસ્યામાં કામ લાગે છે