Site icon Revoi.in

કોરોનામાં ગળુ દુખે તો અપનાવો ઘરેલુ ઉપાય, આ રીતે કરો પોતાની જ સારવાર

Social Share

કોરોનાના સમયમાં સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે જેની ના પુછો વાત.. કોરોનાથી સંક્રમિત થઈ જવાનો ડર તો બધાને હોય છે પરંતુ લોકોને કોરોનાની સારવારનો પણ ડર સતાવતો હોય છે. લોકોને મનમાં અનેક પ્રકારના ડર હોય છે. તો આવા સમયે જો ગળુ દુખે તો શું  કરવું. તો હવે તેના માટે ઘરે અપનાવો આ ઉપાય અને કરો જાતે જ પોતાની સારવાર.

લગભગ દરેક લોકોને કોરોનાવાયરસના ચેપમાં ગળામાં દુખાવાની ફરિયાદ હોય છે. જેના માટે ડોકટરો દવા લેવાની સાથે ગળામાં શેક અને સ્ટીમ લેવાની ભલામણ પણ કરી રહ્યા છે. અને, ગળું વધારે ખરાબ ન થાય તે માટે ગરમ પાણીના કોગળા કરવાની તબીબો સલાહ આપે છે.

આવા સમયે જો તબિબ પાસે ન જવું હોય તો ગળાને સમયસર સાફ કરતા રહો. ગળાને સાફ રાખવા માટે ગળામાં શેક કરવા અને કોગળા કરવા 10 સેકન્ડ સુધી મોંઢામાં પાણી રાખવું જોઇએ, નોંધનીય છે કે કોરોનામાં ગળામાં કોગળા કરવા એક ઇલાજ નથી. પરંતુ, ગળાની સ્વચ્છતા માટે આ જરૂરી છે.

ડોકટરો કહે છે કે કોગળા કરવાથી ગળું સાફ થાય છે. જો ગળું ખરાબ છે, ત્યાં દુખાવો અથવા સોજો આવે છે, તો તે કોગળા કરવાથી રાહત મળે છે. નિષ્ણાતો કહે છે કે કોગળા કરવા ગળા માટે સારી બાબત છે, ખાસ કરીને જો ગળામાં દુખાવો, સોજો અથવા શરદી હોય તો તે રાહત આપે છે. પરંતુ કોગળા તમને કોરોના વાયરસ સામે રક્ષણ નહીં આપી શકે.

મીઠું પાણી: જો તમને કોઈ તકલીફ ન હોય, તો તમે નવશેકું પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને ગાર્ગલ કરી શકો છો. તમારે દિવસમાં ત્રણથી વધુ વખત ગાર્ગલ ન કરવો જોઈએ.

આ તમામ માહિતી માત્ર ઘરેલુ ઉપાય માટે છે. આ માહિતીને કોઈ તબિબ કે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવી નથી પણ આયુર્વેદિક ઉપચાર તરીકે કોઈ પણ વ્યક્તિ આ વાતનું પાલન કરી શકે છે.