Site icon Revoi.in

જો મગજ પર નિયંત્રણ હશે,તો આ બીમારીનો શિકાર નહીં બનો

Social Share

એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનો મગજ પર કંટ્રોલ છે તે વિશ્વનું કોઈ પણ કામ કરી શકે છે. ચીન, જાપાન, ભારત, તિબેટ જેવા દેશોમાં રહેતા સાધુ અને ગુરુઓ કહે છે કે તમારું મગજ એ તમારા શરીરનું ગુરૂજી હોવું જોઈએ (Your Mind Must be Master of Your Body). આવામાં જાણકારો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો મગજ પર કંટ્રોલ હોય તો તમને ક્યારેય બ્લડ પ્રેશરની બીમારી થશે નહી.

જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં કે કોઈ પણ પ્રકારના તણાવમાં આવી જાય છે, એટલે કે જ્યારે મગજમાં કોઈ વાતનું ટેન્શન આવી જાય છે ત્યારે હ્યદય પણ વધારે ઝડપથી ધબકવા લાગે છે. ગરમી ન હોવા છત્તા પણ પરસેવો આવા લાગે છે. અને આખરે પછી તેઓ બ્લડ પ્રેશરની બીમારીનો શિકાર થઈ જાય છે.

આવામાં હવે જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના મગજ પર કંટ્રોલ કરી લે અને તમામ પ્રકારની ચિંતાઓને દુર કરી દે તો તેની ઘણી બધી સમસ્યાઓ તો એમ જ સોલ્વ થઈ જાય છે. વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહી.

જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને જ્યારે પણ વધારે તણાવ કે ચિંતા થાય ત્યારે તરત જ અન્ય કામગીરીમાં લાગી જવું જોઈએ અને આ ઉપરાંત ખાવામાં પણ કેટલાક પ્રકારના ડાયટ એટલે કે હકિકતમાં ખાટા ફળ વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલથી ભરપૂર, વિટામિન સી હોય તેવા ફળોનું સેવન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે આ માહિતીને માત્ર જાણકારી માટે એકત્રિત કરવામાં આવી છે, અને પણ જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ સમસ્યાની જાણ થાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.