Site icon Revoi.in

જો તમને લેક્ટોઝ ની સમસ્યા હોય તો ટ્રાય કરો કાજૂનું દુધ, જે અનેક પૌષ્ટિક ગુણોથી હોય છે ભરપુર 

Social Share

ડ્રાય ફ્રૂટ્સ કોને ન ભાવે આ સૌ કોઈને ભાવતી વલસ્તુઓ છે. જો કે તેમાં કાજૂની વાત કરવામાં આવે તો તેપણ  ગુણકારી છે, કાજુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શું તમે જાણો છો કે કાજુનું દૂધ પણ હોય છએ જેને પીવાથી ઘણા લાભ થાય છે.હા, કાજુનું દૂધ માત્ર ફેટી એસિડ્સ, ખનિજો, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ડાયેટરી ફાઈબર, ફોસ્ફરસ, ઝીંક વગેરેથી સમૃદ્ધ  તો છે જ સાથે  કાજુનું દૂધ લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે પણ ઉત્તમ છે.

કાજુ અને પાણીને મિક્સરમાં એકસાથે ક્રશ કરવામાં આવે છે, તો કાજુનું દૂધ બને છે. તેમાંથી જે પ્રવાહી મળે છે તે કાજુનું દૂધ છે. તે જાડુ, સફેદ અને ખૂબ જ ક્રીમી છે. જો તમે વેગન અથવા લેક્ટોઝ અસહિષ્ણુ છો, તો ભેંસ અથવા ગાયના દૂધને બદલે કાજુનું દૂધ પીવો. તેમાં કેલરી અને ખાંડ ખૂબ જ ઓછી હોય છે. આ એક નોન-ડેરી અને ઓછી કેલરીવાળું દૂધ છે, જે ઘણી દુકાનો, મોલ્સમાં પણ મળશે.

 કાજુના દૂધમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. કાજુનું દૂધ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોલેસ્ટ્રોલ નથી હોતું. જેમનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તેઓ પણ તેનું સેવન કરી શકે છે.

 કાજુ બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ કાજુ ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશર એ એક સામાન્ય હૃદય રોગ છે. આ સિવાય એલડીએલ અને ટોટલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ તે ફાયદાકારક છે.

જો તમે કાજુનું દૂધ પીશો તો તમારું વજન ઘટી શકે છે. આ દૂધમાં એનાકાર્ડિક એસિડ નામનું બાયોટેક્ટીક કમ્પાઉન્ડ હોય છે, જે શરીરમાં ફેટ જમા થતું અટકાવે છે.

કાજુનુ દીધ ગાય અને બદામના દૂધની તુલનામાં ઓછી કેલરી ધરાવે છે. વજન ઘટાડવા માટે કાજુનું દૂધ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.કાજુ અથવા કાજુનું દૂધ પીવાથી કેન્સર થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી જાય છે.

 કાજુમાં એનાકાર્ડિક એસિડ, કાર્ડનોલ્સ, કાર્ડોલ્સ, બોરોન જેવા વિવિધ પ્રકારના એન્ટીઑકિસડન્ટ સંયોજનો હોય છે, જે શરીરમાં કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.