Site icon Revoi.in

જો તમે કલાકો સુધી ઓફીસમાં હોવ અને ભૂખ લાગે ત્યારે તમારા ડાયટમાં આ સલાડનો કરો સમાવેશ

Social Share

સામાન્ય રીતે આપણે આખો દિવસ કામ તરતા હોય છે.કામ કરતા વખતે ભરપુર એનર્જીની જરુર હોય છે અને એમા પણ જો તમે 9 કલાકની જોબ કરો છો તો તમારે દિવસભર એનર્જીની જરુર પડતી હોય છે,જો તમે પણ 8 થી 20 કલાકની જોબ કરતા હોવ તો તમારે તારા ખોરાક પર રપુરતું ધ્યાન આપવાની જરુર છે.ખાસ કરીને ખોરાકમાંલીલા પાદંડાવાળઆ શાકભાજી ખાવા જોઈએ

ઓફીસમાં જો તમને વચ્ચ ગાળામાં લંચ સિવા. ભૂખ લાગે તો તમે ડાયટમાં મગફળી અને બીન સલાડનો સમાવેશ કરી શકો છો. આ સિવાય કેટલાક હેલ્ધી સલાડ પણ છે, જેનાથી તમારું પેટ ભરાશે અને તમે ઉર્જાનો અનુભવ કરશો.

સલાડ ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. ફાઈબરયુક્ત આહાર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વધારાની કેલરી પહોંચી શકતી નથી અને વ્યક્તિ સ્વસ્થ લાગે છે. તેનાથી વજન પણ વધતું નથી. 

વર્કપ્લેસ પર થોડો હેલ્ધી ફૂડ લેવા માંગતા હોવ તો કઠોળ અને મગફળીનું કચુંબર શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સલાડમાં સ્વાદ પ્રમાણે ચેરી, દ્રાક્ષ, ટામેટાં અને કાકડીના ટુકડા મિક્સ કરી શકાય છે. તાજગી જાળવી રાખવા માટે તુલસીના પાન ઉમેરી શકાય છે.

પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને તમારા સ્વાદ અનુસાર ઓલિવ તેલ, દહીં સાથે તૈયાર કરો. ઇન્સ્ટન્ટ સલાડ બનાવવાની આ રીત ખૂબ જ હેલ્ધી છે.આ સાથે જ એવોકાડો, અખરોટ, પાલક અને સ્ટ્રોબેરી વડે બનાવેલા આ સલાડને ગ્રીલ્ડ ચિકન અથવા શેકેલા સૅલ્મોન સાથે ખાઈ શકાય છે. કામના સ્થળે હળવી ભૂખ સંતોષવા માટે આ ખૂબ જ હેલ્ધી સલાડ છે.