Site icon Revoi.in

સાંજના સમય ખાવું છે કઈં ચટપટુ, તો ઘરે જ બનાવો આ ટેસ્ટી મૂંગ દાળ કચોરી, જાણો રેસિપી

Social Share

કચોરી રેસીપીઃ વરસાદની મોસમમાં કંઈક મસાલેદાર ખાવાનું મન થતું હોય તો સરળ રેસિપીને ફોલો કરીને ઘરે જ સ્વાદિષ્ટ કચોરી બનાવી શકો છો. તેને સાંજે ચા સાથે ખાઈ શકો છો. ઘરે બનાવેલી ટેસ્ટી કચોરી તમે સાંજે ચા સાથે ખાઈ શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે.

વરસાદની સિઝન શરૂ થતાં જ લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે.હવે તમે સાંજે ચા સાથે સ્વાદિષ્ટ, મસાલેદાર કચોરી ખાઈ શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે.

કચોરી બનાવવા માટે એક વાસણમાં લોટ, મીઠું અને ઘી નાંખો, પછી તેને ભેળવીને થોડી વાર રાખો. પલાળેલી મગની દાળને પીસીને પેસ્ટ તૈયાર કરો, પછી એક કડાઈમાં ઘી નાખી, તેમાં વરિયાળી, જીરું, હિંગ અને થોડો મસાલો નાખીને તેમાં દાળ નાખો. દાળ સોનેરી થાય એટલે તેને ઠંડી કરો. હવે લોટનો એક બોલ બનાવો અને તેને તમારા અંગુઠાથી દબાવો અને તેમાં મગની દાળની પેસ્ટ ભરો. દાળ ભર્યા પછી, તેને એક બોલમાં ફેરવો, પછી તેને ગરમ તેલમાં તળી લો. જ્યારે કચોરી લાલ થવા લાગે ત્યારે તેને બહાર કાઢી સર્વ કરો.

Exit mobile version