Site icon Revoi.in

ઓછા બજેટ સાથે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા માંગો છો, તો આ સ્થળ પરફેક્ટ છે

Social Share

ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધો-10 અને બોર્ડની પરિક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સ્કૂલ તથા કોલેજની પરિક્ષાઓ પૂર્ણ થશે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લોકો પરિવાર સાથે વિવિધ સ્થળો ઉપર ફરવા જવાનું પ્લાનિંગ બનાવે છે. જો આપ પણ આગામી દિવસોમાં ટૂરનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ઓછા બજેટ સાથે એકડેવન્ચર એક્ટિવિટીનો પરિવાર અને મિત્રો સાથે અચુક આનંદ માણી શકો છો. આજે તમને એવી જગ્યાઓ વિશે જણાવશુ જેના માટે વધારે પૈસા ખર્ચનાવી આવશ્યકતા નહીં રહે. તમે અહીં માત્ર 5 થી 7 હજાર રૂપિયામાં યાત્રાનો આનંદ લઈ શકો છો.
મુક્તેશ્વર ઉત્તરાખંડના નૈનીતાલ જીલ્લામાં આવેલુ એક સ્થળ છે. તમે આ સુંદર સ્થળે પહોંચી શકો છો, નૈનીતાલથી લગભગ 51 કિલોમીટર, હલ્દ્ધાની થી લગભગ 72 કિલોમીટર અને દીલ્હીથી લગભગ 343 કિલોમીટરની યાત્રા કરીને. આ સ્થળ મુક્તેશ્વર ધામના રૂપે લોર્ડ શિવના 350 વર્ષ જુના મંદિરના કારણે મુક્તેશ્વરનું નામ પડ્યું છે.
જો તમને એડવેન્ચર એક્ટિવિટીના શોખિન છો, તો મુક્તેશ્વર તમારા માટે સૌથી સારૂ છે. અહીં આવીને તમે ટ્રેકિંગ અને રૈપેલિંગનો આનંદ લઈ શકો છે. જો તમે મુક્તેશ્વર જાઓ તો જરૂર ચૌલીની જાળી પણ જોવો. પ્રાકૃતિક સૌંદર્ય પ્રેમિઓને આ સ્થળ ખુબ પસંદ આવશે. ચૌલીની જાળીને મુક્તેશ્વરમાં ટ્રેકિંગ અને રૈપેલિંગનો અનુભવ કરવા માટે જાણીતુ છે. મુક્તેશ્વરનું ભાલું ગઢ ઝરણુ પણ થોડો સમય શાંતિથી વિતાવવા માટે ઉત્તમ છે. અહીં પહોંચવા માટે કોઈને ટ્રેકિંગ કરવું પડે છે, જેના કારમે ઘણા ઓછા લોકો અહીં પહોંચી શકે છે.