Site icon Revoi.in

બેંકના કામો પતાવા હોય તો આ યાદી જોઈલે જો, આ મહિનામાં આટલા દિવસો બેંકમાં રહેશે રજાઓ

Social Share

ઓક્ટોબર મહિનાનો આરંભ થઈ ગયો છે આજે 1લી ઓક્ટોબર છે ત્યારે 24 ઓક્ટોબરથી દિવાળી પણ આવી રહી છે, જો કે આ મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેવાની છે. જેથી જો તમે બેંકના કામ કરવા ઈચ્છતા હોય તો તમારે આ યાદી જોઈ લેવી જોઈએ કારણ કે અનેક તહેવારો જૂદા જૂદા રાજ્યોમાં હોવાથી અનેક રાજ્યોમાં અલગ અલગ રજાઓ આવતી હોય છે તો ચાલો જાણી લઈએ કે ક્યારે કઈ રજા આવશે અને કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે.

 તહેવારોની યાદી શરુથાય છે.2જી ઓક્ટોબરે ગાંધી  આ સાથે જ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થશે. 24મી ઓક્ટોબરે દિવાળીની રજા છે. દેશભરની ખાનગી અને સરકારી બેંકો ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર-રવિવાર સહિત કુલ 21 દિવસ માટે બંધ રહેશે. 

 ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર છે. ગાંધી જયંતિનો રાષ્ટ્રીય તહેવાર અને દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં આવી રહ્યા છે.જો કે દરેક બેંકમાં રજાઓ અલગ-અલગ ક્ષેત્રમાં અલગ-અલગ દિવસે હોય છે. આ સાથે જ સ્થાનિક બેંક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. બેંકની રજાઓ ત્રણ કેટગરીમાં હોય છે.

  1. 1 નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ હેઠળની રજાઓ
  2. 2  નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ  RTGS રજાઓ 
  3. 3  બેંકોના ખાતા બંધ થવાના દિવસો હોય છે.

જોઈલો આ લીસ્ટ નહી ખાવા પડે બેંકના ઘક્કાઓ

જો હવે તમે બંકેનું કોી પણ કામ કરવા જઈ રહ્યા છો તો તમારે એક વખત આ લીસ્ટ જોઈ લેવું જોઈએ જેથી કરીને તમને ઘક્કા ન ખાવા પડે ખાસ કરીને દિવાળી પર્વ પર બેંકમાં ભીડ પણ એટલી જ હોય છે તો સાથે રજાઓ પણ હોય છે જેથી આ યાદી જોઈને તમારું કામ પતાવો.