Site icon Revoi.in

જો મોબાઈલને બગડતા રોકવો હોય તો ચેતી જજો,આ ભૂલ કોઈ દિવસ ન કરતા

Social Share

ક્યારેક લોકો દ્વારા મોબાઈલને એવી રીતે રાખવામાં આવે છે જેના કારણે મોબાઈલ જલદીથી બગડી જતા હોય છે. આ પ્રકારની ભૂલોના કારણે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે ક્યારે તેનો મોબાઈલ આવ્યો અને બગડી પણ ગયો. તો આ બાબતે હવે લોકોએ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોકેટમાં તેને કેવી રીતે રાખવો તેના વિશે પણ જાણવું જોઈએ.

ઘણીવાર લોકો પોતાના સ્માર્ટફોનનો સ્ટોરેજ સંપૂર્ણ રીતે ભરેલો રાખે છે. આમ કરવાથી, તે તમારા મોબાઇલ ફોન પર ખરાબ અસર કરે છે. આ સિવાય જો તમે ફોનના વધુ સ્ટોરેજનો ઉપયોગ કરો છો તો ફોન ઝડપથી હેંગ થવા લાગે છે. આ કારણોસર, તમારે ફોન મેમરી ફ્રી રાખવી જોઈએ.

આ ઉપરાંત જો તમે તમારા સ્માર્ટફોનને તેના ઓરિજનલ ચાર્જરથી ચાર્જ નથી કરતા અને તમે મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરો છો. તો તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આમ કરવાથી તમારો ફોન જલ્દી ખરાબ થઈ શકે છે. તમારા સ્માર્ટફોનને હંમેશા તેના ઓરિજિનલ ચાર્જરથી ચાર્જ કરો.

ઘણીવાર આપણો ફોન આકસ્મિક રીતે નીચે પડી જાય છે. આવી સ્થિતિમાં, તમારા ફોનમાં ચોક્કસપણે ટેમ્પર્ડ અને કવર જરૂર લગાવી રાખો. આમ કરવાથી તમારો સ્માર્ટફોન સુરક્ષિત રહે છે. આ કારણે, ભવિષ્યમાં જ્યારે પણ તમારો ફોન આકસ્મિક રીતે નીચે પડી જાય છે. તે સમય દરમિયાન તે તૂટવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રકારની સામાન્ય જાણકારી છે જેના વિશે મોટાભાગના લોકોને ખબર હશે પણ વાતને ગંભીરતાથી લેતા હશે નહીં.