Site icon Revoi.in

રાજકોટમાં ઉતરાયણની અસર: શહેરમાં શેરડીની માંગ વધતા વેપારીઓએ ભાવમાં કર્યો વધારો 

Social Share

રાજકોટ: હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે ખાસ કરીને નાનાથી મોટેરા સૌ કોઈ ઉતરાયણના પર્વ માટે થનગને છે અને તેમાં પણ ઉતરાયણના પર્વ પર ચીકી, શેરડી, બોર, સહિતની ચીજ વસ્તુઓનું મહત્વ અનેરું રહેલું છે.

આ વર્ષે શેરડીના ભાવ દર વર્ષની સરખામણીએ વધુ છે તેમ છતાં ઉત્તરાયણ પર્વે શેરડીનું મહત્વ હોવાથી લોકો મોટી સંખ્યામાં શેરડીની ખરીદી પણ કરે છે. જાણકારી અનુસાર કાળી શેરડીના ભાવ 3૦૦ રૂપિયા બોલાઈ રહ્યા છે. જ્યારે સફેદ શેરડીના 4૦૦ રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. જ્યારે ગયા વર્ષે સફેદ શેરડીના 3૦૦ રૂપિયા ભાવ હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધુ શેરડીના જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે કેટલાક લોકોનો ઉતરાયણનો તહેવાર પણ બગડ્યો હતો, સરકાર દ્વારા કેટલાક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધાબા પર ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રાખવું અને માસ્ક જરૂર પહેરવું.