Site icon Revoi.in

તાઉ-તે વાવાઝોડાની અસર એસ.ટી સેવા પરઃ- સમગ્ર રાજ્યમાં એસ.ટી પરિવહન સેવા ખોરવાય

Social Share

અમદાવાદઃ-સમગ્ર રાજ્યમાં છેલ્લા 2  દિવસથી તાઉ-તે વાવાઝોડાએ કહેકર મચાવ્યો છે, આ વાવાઝાડોના કારણે રસ્તાઓ પર મોટા મોટા બેનરો તૂટી પડ્યા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ઢળી પડતા માર્ગ રોકાઈ ગયા છે, આવી કુદરતી આફતના કારણએ સર્જાયેલી તબાહી વચ્ચે આજરોજ એસટી પરિવહન સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને સમગ્ર રાજ્યની એસટી સેવા અટકી ગી છે, વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય લીધો હતો

હાલ આ એસટી બસ રાહત કાર્યની સેવામાં ઉપલબ્ધ કરવાવામાં આવી છે, સતત બીજા દિવસે હવે સફાઈ કાર્ય. શરુ કરવામાં આવ્યું છે, રસ્તાઓ પર પડેલા વૃક્ષોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે,તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે બપોરથી જ તમામ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી જેવે લઈને યાત્રીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જો કે તાકાતવર પવનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તાઉ-તે વાવાઝોડાની અસર સૌથી વધુ અસર દરિયાઈ વિલસ્તારોમાં જોવા મળી રહી છે, જેમાં અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવામાં દિવ, ઉના વગેરે સ્થળો નુકશાન થવા પામ્યું છે. અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો જેને લઈને પાણી ભરાયા હોવાની ફરીયાદો પણ સામે આવી રહી છે, ત્યાકરે આ સમગ્ર સ્થિતિને જોતા સતત આજે બીજા દિવસે પણ એસટી સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.