Site icon Revoi.in

વેક્સિન માટે સ્લોટ બુક કરાવનારા લોકો માટે મહત્વના સમાચાર, કોવેક્સિન માટે સેશન સાઈટ સાંજે 5 વાગે ખુલશે

Social Share

રાજકોટ: રાજ્યમાં હાલ 18-44 વર્ષના લોકોને વેક્સિન લેવા માટે સ્લોટ બુકિંગ કરાવા પડે છે. આ બુકિંગમાં લોકોને તક્લીફ પડી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે. હવે આ વાતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી કોવેક્સિન માટે સેશન સાઈટ સાંજે 5 વાગે ખુલશે.

વેક્સિનના સ્લોટ બુકિંગ માટે પહેલા આ સાઈટને સવારે 10 વાગે ખોલવામાં આવતી હતી. અત્યારે સતાવર રીતે રાજ્યમાં 3 દિવસ માટે 18થી 44 વર્ષના વ્યક્તિઓને જ વેક્સિન આપવામાં આવી રહી છે.

અત્યારે 45થી 49 વર્ષની ઉંમરના વ્યક્તિને વેક્સિન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રક્રિયાને સોમવારથી શરૂ કરવામાં આવશે. જો કે 18થી 44 વર્ષના નાગરિકોને કોવેક્સિન આપવામાં આવશે. હવેથી કોવેક્સિન માટે બુકિંગ કરાવનાર તમામ લોકોએ સાંજે 5 વાગ્યાથી સાઈટ પર હાજર રહેવુ પડશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1 મે થી 18-44 વર્ષના નાગરિકો માટે વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ હતી. અને તે બાદ ઓનલાઈન વેક્સિનેશન માટે સ્લોટ બુકિંગ કરાવવા માટે ભારે ઘસારાનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નોલોજીથી જાણકાર વ્યક્તિને પણ વેક્સિન માટે સ્લોટ બુકિંગ કરાવવામાં તક્લીફ પડી રહી છે.

જો કે જાણકારો દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના નિર્ણયથી વધારે લોકોને ઓનલાઈન વેક્સિન માટે બુકિંગ મળી શકે તેમ છે. દેશમાં વેક્સિનેશન પ્રત્યે લોકોની જનજાગૃતિ પણ જોવા મળી છે અને લોકો વેક્સિન પણ લઈ રહ્યા છે. દેશમાં અંદાજે 17.5 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.