Site icon Revoi.in

લો બોલો, પાકિસ્તાનમાં યૌન અપરાધ માટે માણસો નહીં મોબાઈલને જવાબદાર ઠરાવતા ઈમરાનખાન

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અવાર-નવાર બાલિશ નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ બને છે. દરમિયાન ઈમરાન ખાનનું વધુ હાસ્યાસ્પદ નિવેદન સામે આવતા સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. યૌન અપરાઘ માટે ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે તેમણે આવા અપરાધ માટે મોબાઈલ ફોનને જવાબદાર ઠરાવ્યાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને જણાવ્યું હતું કે, મોબાઈલ ફોનના દુરૂપયોગના કારણે યૌન અપરાધો વધી રહ્યા છે. આપણે આપણા બાળકોને સીરત-એ-નબીના ગુણોનું શિક્ષણ આપવાની જરૂર છે. પૂર્વમાં આપણા દેશમાં મહિલાઓને જે સન્માન આપવામાં આવતું હતું તે સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી જોવા મળતું. પશ્ચિમમાં મહિલાઓને એ સન્માન નથી મળતું જે અહીં મળતું હતું. પરંતુ આપણા બાળકોને યોગ્ય શિક્ષા આપવામાં નહીં હોવાથી તાજેતરમાં મહિલા ટિકટોરક ઉપર ટોળાએ કરેલા હુમલા જેવી ઘટનાઓ બને છે.

ઈમરાનખાનના નિવેદન બાદ તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. દરમિયાન એક ટ્વીટર યુઝર સબર્બન ડિલિકેશિયને લખ્યું હતું કે, મારા પરિવારમાં દરેક વ્યક્તિ પાસે એક મોબાઈલ ફોન છે, હવે મારે ધ્યાન રાખવું પડશે કે આ ફોન તેમાંથી કોઈ એક પર યૌન હુમલો ન કરી દે. સોહણી નામની અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તેઓ ગુનેગારને છોડીને આ સૂરજના અજવાળામાં દરેક પર આરોપ લગાવશે.