દાવાસો, 21 જાન્યુઆરી 2025: સ્વિટ્ઝર્લેન્ડના દાવાસોમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) ના મંચ પરથી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે અમેરિકાના વર્ષો જૂના દબદબાને સીધો પડકાર આપતા જણાવ્યું કે, વિશ્વની વર્તમાન વ્યવસ્થા માત્ર પરિવર્તનના તબક્કે નથી, પરંતુ તે ગંભીર સંકટમાં છે અને અમેરિકી વર્ચસ્વનો યુગ હવે પૂરો થઈ રહ્યો છે.
માર્ક કાર્નીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે, જે દેશો પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક છે (જેમ કે ચીન, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા), તેમનું દુનિયા પર આર્થિક અને સૈન્ય પ્રભુત્વ છે. પરંતુ હવે સમય બદલાયો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલ જેવા દેશોનું રાજનીતિમાં મોટું કદ છે. કાર્નીએ ભારપૂર્વક જણાવ્યું કે, જો મધ્યમ શક્તિ ધરાવતા દેશો એકજુટ થઈને વાતચીતની મેજ પર નહીં આવે, તો શક્તિશાળી દેશો તેમને દબાવી દેશે.
રસપ્રદ વાત એ છે કે, માર્ક કાર્નીએ પોતાના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર જ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગ્રીનલેન્ડ મુદ્દે ડેનમાર્કનો પક્ષ લીધો છે, જે ટ્રમ્પની ‘ગ્રીનલેન્ડ ખરીદવાની’ નીતિનો સીધો વિરોધ દર્શાવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ અગાઉ આ મુદ્દે અમેરિકાને ચેતવણી આપી હતી, હવે કેનેડાના આ વલણથી નાટો (NATO) સંગઠનમાં તિરાડ પડવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ જગન્નાથ પુરી મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, એકની અટકાયત

