Site icon Revoi.in

અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ મોડીરાત્રે વિવિધ વિસ્તારોમાં સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યાં

Social Share

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વડાપ્રધાનની વિરૂદ્ધમાં બેનર્સ લગાવતા પોલીસે તમામ બેનર્સ હટાવીને આપ’ના કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બબાલ પણ થઈ હતી. દરમિયાન આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારોમાં બેનરો લગાવતા પોલીસ અને મ્યુનિનું તંત્ર પણ દોડતું થયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને  વડાપ્રધાન મોદી વિરુદ્ધના બેનરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના  બનરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. ગત મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણિનગર સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. શહેરમાં વડાપ્રધાન મોદી વિરોધમાં બેનકો લાગતા પોલીસ અને મ્યુનિ.નું તંત્ર દોડતું થયું છે.

આમ આદમી પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતું કે,  ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી વિરુદ્ધ આજે 30 માર્ચે આમ આદમી પાર્ટી દ્વારા દેશભરની 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટર જારી કરી વિરોધ નોંધાવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં પણ બેનરો લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના મણિનગર, વટવા, સરદારનગર, નોબલનગર, ઇન્દિરાબ્રિજ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સર્કલ ઉપર રોડ ઉપર આવા બેનરો લગાવવામાં આવ્યા છે.