Site icon Revoi.in

અમદાવાદમાં વધારે 24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને અપાઈ ભારતીય નાગરિકતા

Social Share

અમદાવાદઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના પડોશી દેશમાંથી ધાર્મિક કારણોસર ભારતમાં આશરો લેનારા નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 24 જેટલા હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ પાકિસ્તાની હિન્દુઓ છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયાં હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં 900થી વધારે પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.

દરમિયાન અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે 24 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2016 થી અત્યાર સુધીમાં 924 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન ધર્મ ના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે.