1. Home
  2. Tag "Indian Citizenship"

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા,વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા  

દિલ્હી:બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી.જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે.પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી. જયશંકરે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.તેમાંથી […]

10 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી,આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ

દિલ્હી:ભારતીયો તેમની ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે,2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 1,83,741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ […]

પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ કલેક્ટરે નાગરિકતાપત્ર એનાયત કર્યા

અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનથી ઘણાબધા હિન્દુ શરણાર્થીઓ આવતા હોય છે. અને નિયમ મુજબ કલેકટરને અરજી કર્યા બાદ આવા શરણાર્થીઓની ચાલચલગત તપાસીને તેમને ભારતની નાગરિકતા આપવામાં આવતા હોય છે. 17 નાગરિકોને નાગરિકતા અપાતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. […]

ભારતઃ 15 વર્ષમાં 19 ચાઈનીઝને ભારતીય નાગરિકતા અપાઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ 2007થી અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 19 ચાઈનીઝ નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ સંસદમાં આપી હતી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, ડેટા અનુસાર કુલ 10 ચાઈનીઝ નાગરિકોની અરજી પેન્ડીંગ છે, આ તમામે […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]

અમદાવાદમાં વધારે 24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને અપાઈ ભારતીય નાગરિકતા

કલેક્ટરના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરાયાં 7 વર્ષથી આ હિન્દુઓ અમદાવાદમાં રહેતા હતા અત્યાર સુધીમાં 900થી વધારે લોકોને અપાઈ નાગરિકતા અમદાવાદઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના પડોશી દેશમાંથી ધાર્મિક કારણોસર ભારતમાં આશરો લેનારા નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 24 જેટલા હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ પાકિસ્તાની […]

અમદાવાદમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા 32 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો વસવાટ કરે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા આજે રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code