Site icon Revoi.in

અમદાવાદમાં હવે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન, વાહનોની લાંબી લાઈનો લાગી

Social Share

અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ હવે લોકોમાં કોરોના વિરોધની વેક્સિન લેવા માટેની જાગૃતિ વધી છે. લોકો હવે સ્વયંભૂ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. મેગા સિટી અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન નું આયોજન કરાયું છે. જે 45 વર્ષથી ઉપરના લોકો માટે આયોજન કરાયું છે. જો કે, લોકોમાં વેક્સિન લેવા એટલી જાગૃતિ આવી છે કે, વેક્સિનેશન શરૂ થાય તે પહેલા જ વહેલી સવારથી અહી લાંબી લાઈન લાગી હતી.

શહેરમા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનું આયોજન કરાયું છે. પરંતુ વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. વેક્સીનેશન માટે સ્ટેડિયમખાતે અલગ અલગ 3 લાઈન બનાવવામાં આવી છે. જેમાં લોકો વાહનો સાથે અંદર જઈ શકે છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ 3 બુથ પર વેક્સીનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ, વેક્સીન લીધા બાદ તબીબી ટીમ સાથે ઓબ્ઝર્વેશન માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની વ્યવસ્થાથી રસી લેવા આવનારા આ આયોજનથી થયા ખુશ થયા છે.