Site icon Revoi.in

અમદાવાદમાં રૂ. 47 લાખની ચોરીના કેસમાં કંપનીના કર્મચારીની ધરપકડ, 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોરીના બનાવોમાં મોટાભાગે જાણભેદુ જ નીકળતા હોય છે. અને પોલીસ પણ જાણભેદુ કોણ છે, ત્યાંથી તપાસની શરૂઆત કરી હોય છે. શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ખાંનગી ઓફિસના લોકરમાંથી રૂપિયા 47 લાખની ચોરી થઈ હતી. લાખો રૂપિયાની ચોરીનો કેસ હોવાથી આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. અને કંપનીના કર્મચારીઓની તપાસ શરૂ કરી હતી.જેમાં એક કર્મચારી મોંઘાદાટ મોબાઈલ, ભારે કપડાં અને મોજશોખની મોંઘી ચિજ-વસ્તુઓ ખરીદી હોવાની અને ગોવા સહિતના સ્થળોએ ફરીને પૈસા ઉડાવી રહ્યાની જાણ થતાં પોલીસે આરોપીને શહેરના સીટીએમ નજીકથી ઝડપી લીધો હતો.  પોલીસે તેની પાસેથી 38 લાખ રોકડા, એક લેપટોપ સહિત કુલ 41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ચોરી કરી દિલ્હી ફ્લાઇટમા જતો રહ્યો હતો અને બે દિવસ મોજશોખ કર્યા હતા.

પોલીસને મળેલ બાતમીના આધારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી મનિષકુમાર સુરેશકુમાર શર્મા વડોદરા એક્સપ્રેસ હાઈવે સીટીએમ ખાતેથી વડોદરા જતા પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી મનિષકુમાર શર્માને પકડી તેના પાસેથી 38 લાખ, એક લેપટોપ, 3 મોબાઈલ, ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 41.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, પોતે હિરાભાઈ માર્કેટમાં આવેલી સરોગી સુપર સેલ્સ પ્રા.લી.માં છેલ્લા સાત વર્ષથી નોકરી કરતો હતો. ઓફીસની તમામ પૈસાની લેવડદેવડનું કામ કરતો હતો. દરમિયાન અચાનક પૈસાની જરૂર પડતા રાત્રિના સમયે કંપનીના લોકરમાં રાખેલા 47 લાખ જેટલી રકમની ચોરી કરી હતી. કાંકરીયા ક્રોમામાંથી આઈફોન-13 તથા સેમસંગ કંપનીના કી-પેડવાળો મોબાઈલ ફોન, જેબીએલ સ્પીકરની ખરીદ કરી હતી. બ્રાન્ડેડ કપડાની પણ ખરીદી કરી હતી. ફ્લાઈટ મારફતે દિલ્હી ફરવા માટે ગયો હતો. બે દિવસ રોકાયો હતો અને બાદમાં અમદાવાદ પરત આવ્યો હતો. મુંબઈ થઇને ગોવા ખાતે જતો રહ્યો હતો અને અમદાવાદ પરત આવી વડોદરા એક્સપ્રેસ હાઈવે સીટીએમ ઉભો હતો ત્યા પોલીસે તેને પકડી પાડ્યો હતો. આમ ચોરી કરી પોતાના મોજશોખ પૂર્ણ કર્યા હતા.