Site icon Revoi.in

ગુજરાતમાં તમામ શાળાઓમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓનેમાર્ગ સલામતીના પાઠ ભણાવાશે

Social Share

ગાંધીનગરઃ  રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટા ભાગના અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને લીધે સર્જાતા હોય છે. લોકો ટ્રાફિક સેન્સ કેળવે તે જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાતું નથી. હેલ્મેટ, સિટબેલ્ટનો કાયદો હોવા છતાં તેનો ઘણાબધા વાહનચાલકો અમલ કરતા નથી, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને ટ્રાફિક શિસ્ત જળવાય રહે તે માટે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે. ત્યારે રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતીના પાઠ ભણાવાશે.

ગુજરાતમાં વઘતા જતા માર્ગ અકસ્માતને રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો છે. જેને કારણે નાનપણથી જ બાળકોમાં માર્ગ સલામતી અંગે સજાગતા આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અકસ્માતોને અટકાવવા માટે બાળકોમાં રોડ સેફ્ટીની જાગૃતિ હોવી જરૂરી છે. જે આશયથી આગામી શૈક્ષણિક સત્રથી  સત્રથી ધોરણ 6થી 12માં ક્રમશ માર્ગ સલામતી અંગે અભ્યાસ કરાવાશે.

ગાંધીનગર ખાતે તાજેતરમાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વડપણમાં મળી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022માં રાજ્ય રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, તેમ છતાં એક બાબત સારી એ છેકે, છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોમાં ઘટાડો થયો છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 44 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોને સમજતા થાય તે માટે તેમને માર્ગ સલામતીના પાઠ ભણાવાશે.આગામી શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરી દેવાશે. રાજ્યના સરખેજ-ગાંધીનગર, ભરૂચ-સુરત તથા અમદાવાદ-રાજકોટ હાઈવેને માર્ગ સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચન કરાયું હતું. અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરાશે. રોડ સેફ્ટી અવેરનેસ સહિતના કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે,  રાજ્યમાં ૫-ઈ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડિનેશન તથા રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે સારી કામગીરી થઈ રહી છે. ભવિષ્યમાં બાયસેગના માધ્યમથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ સલામતી બાબતે જાગૃત કરવામાં આવશે. આગામી વર્ષથી ધો.6થી 12માં ક્રમશઃ માર્ગ સલામતી અંગે પ્રકરણ દાખલ કરાશે. રોડ સેફ્ટી ઓથોરિટી તથા સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં કામગીરી કરવામાં આવી છે.