Site icon Revoi.in

અરવલ્લીમાં કોરોના તો ખરો જ, સાથે ગંદકીથી પણ લોકો પરેશાન

Social Share

અરવલ્લી: રાજ્યમાં તથા અરવલ્લીના મેઘરજમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ દેશમાં કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે ત્યાં બીજી તરફ મેધરજના સમજનગરમાં ગટર લાઈન ઉભરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવીન રસ્તાના કામકાજ વચ્ચે પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ગંદકી સર્જાઈ છે. જેના કારણે રોગચાળો ફેલાય તો એમાં નવાઈ નહીં.

સ્થાનિકોમાં ડર છે કે કોરોનાવાયરસના કેસ તો વધી જ રહ્યા છે પણ સાથે સાથે રોગચાળાના કેસ જો વધી જશે તો તેમને વધારે મુશ્કેલી પડશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે જેને લઈને લોકો ચિંતામાં છે.

હોસ્પિટલોમાં ડોક્ટર તથા સ્ટાફને ઓમિક્રોન તથા કોરોનાના વધતા કેસને લઈને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યો છે ત્યારે જો અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ગંદકીને કારણે મચ્છરજન્ય કે પાણીજન્ય બીમારીના કેસ નોંધાય તો તેમાં કોઈ નવાઈ નથી