Site icon Revoi.in

ગાંધીનગરમાં નાના ભૂલકાંઓ પણ કોરોના સંક્રમિત થતાં તંત્ર સક્રિય બન્યું,

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ વખતનો કોરોનાનો સંક્રમણકાળ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને વધુ સંભાળવાની જરૂર છે. બાળકો પણ માસ્ક પહેરી રાખે તે અંગે માત-પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકો કોરોના સંક્રમિત ન બને તે માટે સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં કોરોનાની ઝપટમાં 2 વર્ષ અને 7 વર્ષની બાળકી તેમજ 4 વર્ષ, 6 વર્ષ અને 6.5 વર્ષનો ભુલકાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગત 30 એપ્રિલ-2021ના રોજ કોરોનાના 331 કેસ નોંધાયા હતા. જે સૌથી વધુ હતા. ત્યારબાદ ગુરુવારે 24 કલાકમાં 453 હાઇએસ્ટ કેસ નોંધાયા હતા. જોકે, ગત 13મી, જાન્યુઆરીને જિલ્લામાં 16 જ કેસ નોંધાયા હતા. જ્યારે 18 સાજા થયા અને 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આથી 13 જાન્યુઆરી-2021ની સરખામણીએ 13 જાન્યુઆરી-2022માં કેસનો વધારો 28.312 ગણો રહ્યો હતો.

ગાંધીનગર શહેર વિસ્તારમાંથી 319 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 134 કેસ પ્રથમ વખત આટલા બધા નોંધાયા હતા. કોરોનાની ઝપટમાં 2 વર્ષ અને 7 વર્ષની બાળકી તેમજ 4 વર્ષ, 6 વર્ષ અને 6.5 વર્ષનો ભુલકાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે.

જિલ્લાના 76 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા હતા. જ્યારે કોરોનાની સારવારથી ગુરૂવારે વધુ 90 દર્દીઓ સાજા થયા છે. મનપા વિસ્તારમાં સરગાસણમાંથી 44, કુડાસણમાંથી 38 કેસ નોંધાતા સંક્રમણનો દર વધુ રહ્યો છે.