1. Home
  2. Tag "Corona Infected"

અમદાવાદની સોલા સિવિલમાં ડૉક્ટર અને સ્ટાફ સહિત 26 કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે સરકારી હોસ્પિટલોના તબીબો પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. શહેરની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સાથે દર્દીની સારવાર કરતાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. તબીબો સહિત સોલા હોસ્પિટલના 26 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું […]

છત્તીસગઢમાં કોરોના સંક્રમિત દાંતના તબીબ ક્લીનીક ખોલીને દર્દીઓની સારવાર કરતા હતા

દિલ્હીઃ છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં કોરોના સંક્રમિત ડોક્ટર ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતા હોવાની ઘટના સામે આવી છે. અંબિકાપુરમાં મહિલા ડેન્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ પ્રાઈવેટ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરી રહી હતી. મહિલા તબીબે તેને સમજાવવા આવેલી ટીમ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ફરિયાદ મળતાં સુરગુજા કલેક્ટરે વહીવટી સ્ટાફ મોકલીને મહિલા ડોક્ટરનું ક્લિનિક સીલ […]

ગાંધીનગરમાં નાના ભૂલકાંઓ પણ કોરોના સંક્રમિત થતાં તંત્ર સક્રિય બન્યું,

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ વખતનો કોરોનાનો સંક્રમણકાળ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને વધુ સંભાળવાની જરૂર છે. બાળકો પણ માસ્ક પહેરી રાખે તે અંગે માત-પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકો કોરોના સંક્રમિત […]

આણંદના પેટલાદની સ્કૂલમાં ચાર શિક્ષિકા કોરોના સંક્રમિત, વાલીઓની ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ […]

દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ ધો-1થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યાં છે. તમામ સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો શરૂ કરાયાં છે ત્યારે બીજી તરફ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. દક્ષિમ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]

કર્ણાટકઃ ઓમિક્રોન પીડિત બે દર્દીઓના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત

તેમના જરૂરી સેમ્પલ તપાસ અર્થે મોકલાયાં કર્ણાટક સરકાર આવી હરકતમાં બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. કર્ણાટકમાં બે દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં હતા. જેમની હાલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન તેમના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિ પણ કોરોના […]

ફિલ્મ અને ટીવી જગતના વધુ એક અભિનેતાની ચિર વિદાય, કોરોનાનો લાગ્યો હતો ચેપ

મુંબઈઃ કોરોના કાળમાં ભારતીય સિને જગતના અનેક દિગ્ગજ સલાકારોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા બિક્રમજીત સંવરપાલે 52 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. કોરોના સંક્રમિત થતા તેમની સારવાર ચાલતી હતી. RIP Major Bikramjeet! pic.twitter.com/J0MQnu77ws — Tusshar (@TusshKapoor) May 1, 2021 જાણીતી ફિલ્મ કલાકાર બિક્રમજીત પહેલા આર્મીમાં ઓફિસર હતા. […]

ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર થયા કોરોના સંક્રમિત

દિલ્હીઃ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન ચૂંટણી પંચના બે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ […]

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત બન્યાઃ સચિવાલયમાં સોંપો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણમ સંકુલમાં રાજ્યભરનો વહિવટ ચલાવવામાં આવે છે ત્યાં જ કોરોનાએ મંત્રીઓ અને અધિકારીઓને ઝપટમાં લાધા છે. આજે સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય […]

સુરેન્દ્રનગરમાં કોરોનાનો ભરડોઃ દુધરેજ-વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓ સંક્રમિત

પાલિકાની મોટાભાગની કામગીરી બંધ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવશે નગરપાલિકાને સેનેટાઈઝ કરવાનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન દુધરેજ- વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 22 કર્મચારીઓ સંક્રમિત થતા પાલિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code