1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી, સંઘવી પણ USના પ્રવાસે નહીં જાય
મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી, સંઘવી પણ USના પ્રવાસે નહીં જાય

મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી, સંઘવી પણ USના પ્રવાસે નહીં જાય

0
Social Share

ગાંધીનગર, 13 મે 2026 : CM reduces the number of vehicles in his convoy વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણની બચત કરવા અને વિદેશ પ્રવાસે ન જવાન લોકોને અપિલ કર્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાં કારની સંખ્યા ઘટાડવાની સુચના આપી છે. આજે અમરેલીના રાજુલા ખાતે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કરી મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.  આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ પણ  પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે તનાવભરી પરિસ્થિતિ બાદ ક્રૂડ-ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા તેમજ એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ફરવા માટે વિદેશની ટુરમાં ન જવા અપિલ કરી છે. વડાપ્રધાનની અપિલ બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચાર્ટર્ડ પ્લેન કે કારનો ઉપયોગ ન કરીને સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં કારની સંખ્યા ઘટાડવા માટે સુચના આપી છે. આજે અમરેલીના રાજુલા ખાતે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. VVIP કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર અને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.  મુખ્યમંત્રીની આ પહેલથી કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ભારે આદરની લાગણી જોવા મળી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ દેશની  આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં, હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code